ગારિયાધાર ખાતે વરલી-મટકાના આંકડા લેતા ત્રણ ઈસમો ઝડપાયા

1389
bvn16112017-6.jpg

ગારિયાધાર ખાતે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ત્રણ ઈસમોને એલસીબી ટીમે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.કોન્સ કેવલભાઇ સાંગાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,ગારીયાધાર એસ.ટી.બસ સ્ટેન્ડ સામે,જે.પી. કોમ્પ્લેકસની પાસે રોડ ઉપર જાહેરમાં બોમ્બે વરલી મટકાનાં આંકડાનો વેપાર લઇ જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં આંકડા લખાવનાર માણસો પોલીસને જોઇ નાસી ગયેલ.અને વરલી મટકાનાં આંકડા લખી જુગાર રમાડતાં છેલશંકરભાઇ જયશંકરભાઇ દવે ઉ.વ.૫૮ રહે.રતનવાવ તા.ગારીયાધાર, દેવચંદભાઇ નરસિંહભાઇ સવાણી ઉ.વ.૫૦ રહે.રતનવાવ તા.ગારીયાધાર અને તૌફીક કરીમભાઇ પઠાણ ઉ.વ.૨૯  રહે.રતન વિડીયોવાળી શેરી,ગારીયાધારવાળા પકડાય ગયેલ.તેઓ ત્રણેય પાસેથી રોકડ રૂ.૧૧,૩૧૦/- તથા વરલી મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી,બોલપેન,મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧,૫૦૦/- મળી કુલ રૂ.૧૨,૮૧૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.અને આગળની વધુ કાર્યવાહી માટે તેઓને ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.