આંતરકોલેજ બાસ્કેટ બોલ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન

800
bvn16112017-2.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ બાસ્કેટ બોલની સ્પર્ધામાં યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલીત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને બાસ્કેટ બોલની ફાઈનલ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી.