જે.કે. સરવૈયા કોલેજના વિદ્યાર્થીઓ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાતે

846
bvn16112017-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે. સરવૈયા કોલેજના બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ નિર્માણ કેન્દ્ર પ્રવૃત્તિ દ્વારા હાલમાં વિદ્યાર્થીનીઓને જુદી જુદી વનસ્પતિઓની જાણકારી આપવા માટે વિક્ટોરીયા ગાર્ડનના પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રના વન વિભાગ-ભાવનગરની મુલાકાત લેવામાં આવી હતી. જે.કે. સરવૈયા કોલેજમાં આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. કઈ વનસ્પતિ કયા રોગમાં અકસીર ઈલાજ તરીકે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત એ આ વન વિભાગમાં વિચરતા જુદા જુદા પક્ષીઓ અને નાના-મોટા જીવજંતુઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.કે. સરવૈયા બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.