ચિત્રા વિસ્તારમાં જુગાર રમતા છ ગેમ્બલરોને ઝડપી લેવાયા

631
bvn17112017-2.jpg

શહેરના ચિત્રા, કલ્યાણનગર પાસે આવાસ યોજનાના ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ગેમ્બલરોને એલસીબી ટીમે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.કોન્સ ભીખુભાઇ બુકેરાને જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે ચિત્રા,કલ્યાણનગર પાસે મુખ્યમંત્રી આવાસ યોજના,બ્લોક નં.ડીની બાજુમાં આવેલ ખુલ્લા કમ્પાઉન્ડમાં રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં ભરતભાઇ કાંતિલાલ દુધેરા ઉ.વ.૫૮, પંકજભાઇ અરૂણભાઇ દેસાઇ ઉ.વ.૩૮, પંકજભાઇ પરમાણંદભાઇ શાહ ઉ.વ.૬૪, અમીરઅલી દાઉદભાઇ વસાયા ઉ.વ.૫૭,  વિજયસિંહ ઉદયસિંહ રાયજાદા ઉ.વ.૪૯ તથા ઘનશ્યામભાઇ બાલુભાઇ જગડ ઉ.વ.૩૭ રહે.તમામ ભાવનગરને રોકડ રૂ.૧૮,૪૩૦/- તથા ગંજીપતાનાં પાના સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા,મહિપાલસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, કેવલભાઇ સાંગા,શકિતસિંહ ગોહિલ,ભરતભાઇ જોષી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.