મહેસાણાની ૨ ઓફિસ પર પોલીસે છાપો મારીને દસ્તાવેજો જપ્ત કર્યા

596
gandhi18112017-7.jpg

જય ખોડિયાર મિત્ર મંડળના નામે કરોડોની ઠગાઇના મામલે મહેસાણામાં શહેર એ અને બી ડિવિજન પોલીસે મોઢેરા રોડ અને માનવ આશ્રમ રોડ પર આવેલી જય ખોડિયાર મંડળની ઓફિસમાંથી જરૂરી મુદ્દામાલ કબ્જે કયો હતો. મહેસાણાના ૮ હજાર લોકોએ સ્કીમમાં મુકેલી ૨ કરોડથી વધુ ગુમાવ્યા છે ત્યારે સીઆઇડી ક્રાઇમની સૂચનાથી મહેસાણા પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.જય ખોડિયાર મિત્ર મંડળ સ્કીમમાં મુડી સામે વધુ વ્યાજ આપવાની લલચામણી સ્કીમોની સાથોસાથ હપ્તેથી બાઇક,કાર આપવાની સ્કીમે ગુજરાતભરના લોકોને રડાવ્યા છે ત્યારે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના હાથમા છે ત્યારે ગુરૂવારે મહેસાણા સ્થિત મોઢેરા રોડ અને માનવ આશ્રમ વિસ્તારમા આવેલી જય ખોડિયાર મિત્ર મંડળની ઓફિસો પર સ્થાનીક પોલીસે છાપો માર્યો હતો.સીઆઇડી ક્રાઇમે તપાસ સંબધે આપેલી સૂચના અંતર્ગત શહેર બી ડિવિજન પોલીસે ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે વેલકમ પાર્ટી પ્લોટની સામે નારાયણ સોસાયટી પાસે જય ખોડિયાર મિત્ર મંડળની ઓફિસ માંથી ડ્રો માટે ઉપયોગમાં લેવાતા ઘડાની સાથે દસ્તાવેજોના ૫ થી વધુ પોટલા કબ્જે લીધા હતા જ્યારે એ ડિવિજન પોલીસે પણ જરૂરી દસ્તાવેજો કબ્જે કરતા સમગ્ર મામલો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે.