જાફરાબાદ બ્રાંચ પ્રા. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પ્રારંભ

1375
guj792017-2.jpg

જાફરાબાદ ખાતેની બ્રાંચ પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારની ડિજીટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્દઘાટન ફિશરીઝ ખાતાના આસી. ડાયરેક્ટર પટેલના હસ્તે કરવામાં આવ્યું. જ્ઞાનકુંજ પ્રોજેક્ટના સ્કુલ કો-ઓર્ડીનેટર તરીકે બામણિયા ક્રિષ્નાભાઈની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અધિકારીઓ સમક્ષ ડેમોસ્ટ્રેશન આપેલ અને ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરલ રીતે સમજુતી આપી ધોરણ પ થી ૮ના તમામ વિષયોનું ઈ કનેક્શન ઈન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધી કન્ટેઈનની મદદથી શિક્ષણ કેમ આપવું તેની સમજણ બામણિયા ક્રિષ્નાભાઈએ આપેલ હતી. શિક્ષક તેમજ હ્યુમન રાઈટસના ચેરમેન એચ.એમ. ઘોરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક વક્તવ્ય આપેલ. શરૂઆત વિશે સુંદર વક્તવ્ય આપેલ. આ સમગ્ર કાર્યક્રમમાં આ શાળાના તમામ સ્ટાફ તેમજ આચાર્ય મહિદાએ સંચાલન કરેલ. કાર્યક્રમમાં શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ.

Previous article રાજુલાના દરિયા કાંઠા વિસ્તારોમાં ગેરકાયદે જીંગાફાર્મના રાફડા ફાટ્યા
Next article નર્મદા રથને સત્કારવા આખુ સવની ગામ ઉમટયુ