નર્મદા રથને સત્કારવા આખુ સવની ગામ ઉમટયુ

987
guj792017-1.jpg

ગુજરાતની જીવોદોરી લોકમાતા નર્મદા પર વિશાળકાય બંધનું કામ પૂર્ણ થતા સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૫ સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેનાર નર્મદા મહોત્સવનો આજે વેરાવળ પાસેનાં સવની ગામેથી પાણી-પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડે પ્રારંભ કરાવ્યો હતો.  રથની સાથે ગામે ગામનું પાણી એકત્ર કરી નર્મદા ડેમ ખાતે પહોંચતું કરવામાં આવશે. 
સવનીનાં પાદરે નર્મદા રથ આવી પહોંચતા બેન્ડવાજા અને ઢોલ-શહેણાઇનાં સથવારે રાસની રમઝટ સાથે સરપંચ કંચનબેન નરસીંગભાઇ ઝાલાની આગેવાનીમાં આખુ ગામ ઉમટયું હતું. કળશધારી બાળાઓએ મંત્રી સાથે જિલ્લા કલેકટર ડો.અજયકુમાર, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, પ્રવાસન નિગમનાં ડીરેકટર ઝવેરીભાઇ ઠકરાર, સરમણભાઇ સોલંકીનાં સ્વાગત સન્માન સાથે રથનું પૂજન કર્યું હતું.
સવની ઉપરાંત મોરાજ, સેમરવાવ, ગોવિંદપરા, ઇણાજ, ઉમરાળા, ઉકડીયા, હસ્નાવદર, ઉંબા, આંબલીયાળા સહિતનાં ગામોમાં ગ્રામજનો શાળાનાં બાળકો સરપંચોએ રથનું ઉમળકાભેર સ્વાગત કરી આરતી અને પૂજન કર્યું હતું. 

Previous article જાફરાબાદ બ્રાંચ પ્રા. શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પ્રારંભ
Next article ઘોઘા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ