ફાર્માસીસ્ટ રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવા રીફ્રેશર કોર્ષ ફરજીયાત

1155
gandhi19112017-2.jpg

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તમામ ફાર્માસીસ્ટ જેઓના રજીસ્ટ્રેશનની રીન્યુઅલ મુદત ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ સમાપ્ત થતી હોય, તેઓને રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટે નિયત ફોર્મ સાથે રીન્યુઅલ ફી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને તારીખ ૩૧ માર્ચ,૨૦૧૮ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. આ તારીખ પછી આવેલી ફીના આધારે કોઇપણ ફાર્માસીસ્ટનું રજીસ્ટ્રેશન રીન્યુ થઇ શકશે નહી. જેઓનું રજીસ્ટ્રેશન આ પ્રમાણે રદ થાય તેઓને નિયમોનુસાર રી-એન્ટ્રી કરાવવાની રહેશે. ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશનના નિયમ પ્રમાણે દરેક રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજીસ્ટ્રેશન રીન્યુ કરવા માટે પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્ષ કરવા ફરજીયાત છે. રજીસ્ટ્રેશન રીન્યુઅલ વખતે રીફ્રેશર કોર્ષના સર્ટીફીકેટની નકલ સામેલ કરવી ફરજીયાત છે.
રીફ્રેશર કોર્ષ ન કરેલ હોય તેવા ફાર્માસીસ્ટોનું રજીસ્ટ્રેશન રીન્યુઅલ થવા પાત્ર  નથી. રીફ્રેશર કોર્ષ માટે જે તે ફાર્માસીસ્ટને નજીકની ફાર્મસી કોલેજનો અથવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના ફોન નં. (૦૭૯) ૨૨૬૮૧૦૧૨ પર સંપર્ક કરવો. રીન્યુઅલ માટે નિયત ફોર્મ અને વર્ષ ૨૦૧૭ સુધીની રીન્યુઅલ રસીદ સાથે તારીખ ૧લી જાન્યુઆરી થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી સોમવારથી શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૪-૦૦ સુધી સ્વીકારવામાં આવશે.