સોમવારે વિજય મુહુર્તમાં રૂપાણી અને કોંગ્રેસના ઈન્દ્રનીલભાઈ ફોર્મ ભરશે

751
guj19112017-10.jpg

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજકોટની ચારેય (૬૮-૬૯-૭૦-૭૧ ગ્રામ્ય) બેઠકોના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો ત્થા ડમી ઉમેદવારો તેમના ૮-૮ સમર્થકો સાથે સોમવારે તા.ર૦ના બપોરે વિજય મુહુર્તમાં કલેકટર કચેરીએ ફોર્મ ભરવા જશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યુ છે.
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ પણ રાજકોટ પશ્ચિમ બેઠકમાંથી સોમવારે ફોર્મ ભરનાર હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ સોમવારે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના સમર્થકો, પક્ષના
 આગેવાનો સાથે સદ્દગુરૂ રણછોડદાસજી બાપુના આશ્રમે, બાપ્સ સ્વામીનારાણ મંદિર કાલાવડ રોડ ખાતે પૂ.અપુર્વ સ્વામી, આત્મીય કોલેજ સંકુલ ખાતે પૂ.ત્યાગવલ્લભ સ્વામી, ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે, બાલાજી હનુમાન મંદિરે, માંડવી જૈન દેરાસર, સોનીબજાર-દરબારગઢ મોટી હવેલી, પંચનાથ મહાદેવ મંદિર વિ. ધાર્મિક સ્થળોએ દર્શન કરી બહુમળી ભવન (રેસકોર્ષ પાસે) આવી પહોંચશે અને ખોરેમ ભરશે.
કોંગ્રેસના બહુમાળી ભવન ખાતે પહોંચશે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ ફોર્મ ભરશે.
 રોજકોટ  ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ વ્હેલી સવારે પોતાના ઘરે મહાદેવજીની પૂજા કરી અને ફોર્મ ભરવા નીકળશે.

Previous articleભાજપના ઉમેદવારો પૈકીના ૩૦ સ્નાતક ડિગ્રી ધરાવે છે
Next articleરામોલ અને નારોલ પોલીસ મથકમાં બોમ્બની અફવાઓ