વડાપ્રધાન મોદીએ સોમનાથના સીજીડી પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું, ૧૦૦ ટકા ગેસ કનેક્ટિવિટી સિદ્ધ

906

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં સીજીડી પ્રોજેક્ટસનું શિલારોપણ કરવામાં આવ્યું છે.આજે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા એનાયત કરાયેલા ભૌગોલિક વિસ્તારોનું નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી લાઈવ સ્ટ્રીમ્ડ પ્રોગ્રામ દ્વારા પ્રસારણ કર્યું હતું. આ સમારંભમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થ સાયન્સીસ અને પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન વિભાગના પ્રધાન ડો. હર્ષવર્ધને હાજરી આપી હતી. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિભાગના પ્રધાન તથા અન્ય મહાનુભવો આ સમારંભમાં હાજરી આપી હતી.

દીવ અને ગીર સોમનાથ જિલ્લાના ભૌગોલિક વિસ્તારો માટે ગેસ વિતરણના હક્ક આઈઆરએમ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ, અમદાવાદ) ની કંપનીને ગેસ વિતરણ માટે અધિકૃત કરવા પ્રસંગે યોજાયેલા ક્ષેત્રના સાંસદ અને ધારાસભ્યે આ સમારંભમાં હાજરી આપી હતી. આ કંપની ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અને પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં છઠ્ઠા બીડીંગ રાઉન્ડ હેઠળ ગેસ વિતરણ માટે અધિકૃત કરવામાં આવી છે.નેચરલ ગેસને સીજીડી સેક્ટરમાં નીચે મુજબના ૪ અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગમાં લઈ શકાય છેઃ (૧) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ઉપયોગ મુખ્યત્વે વાહનોમાં બળતણ તરીકે થાય છે. (૨) પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)નો ઉપયોગ ઘરવપરાશ માટે થાય છે (૩) કોમર્શિયલ અને (૪) ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે. સમાન પ્રકારે નેચરલ ગેસ (પીએનજી તરીકે) એલપીજીની બજાર કિંમત કરતાં ૪૦ ટકા જેટલો સસ્તો છે અને પીએનજીની કિંમત લગભગ સબસીડી ધરાવતા એલપીજી જેટલી થાય છે. ઓટો રિક્ષા માલિકને રિક્ષાનું પેટ્રોલમાંથી સીએનજીમાં રૂપાંતર કરાવતાં દર મહિને માસિક બળતણના બિલમાં રૂ.૭ થી ૮ હજારની બચત થાય છે. આ રીતે ખર્ચની દ્રષ્ટિએ પણ નેચરલ ગેસ પેટ્રોલ, ડિઝલ અને એલપીજીની તુલનામાં પસંદગી પામે છે.

કંપની બે ભૌગોલિક વિસ્તારોમાં અંદાજે રૂ.૩૦૦ કરોડનું મૂડી રોકાણ કરવાનું આયોજન ધરાવે છે તથા નવા પ્રાપ્ત થયેલા ભૌગોલિક વિસ્તાર દીવ અને સોમનાથમાં રૂ.૨૫૦ કરોડનું મૂડી રોકાણ કરશે, જેથી કુલ મૂડી રોકાણ રૂ.૫૫૦ કરોડનું થશે. કંપનીએ ૧૮ માસના વિક્રમ સમયમાં આજ સુધીમાં ૧૯ સીએનજી સ્ટેશન્સ આપીને કાર્યરત કરી દીધા છે અને ૧,૦૦,૦૦૦ એસસીએમડી નેચરલ ગેસનું બનાસકાંઠા અને ફતેહગઢ સાહિબ ક્ષેત્રમાંથી વિતરણ કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ ૬૦૦૦ થી વધુ ઘર વપરાશનાં અને ૨૦ ઔદ્યોગિક જોડાણો આપ્યા છે. કંપની નેચરલ ગેસ ક્ષેત્રના અનુભવી ટીમ મેમ્બર્સ દ્વારા કાર્યક્ષમતાપૂર્વક કામ કરી રહી છે અને પીએનજીઆરબીએ આપેલા લક્ષ્યાંક કરતાં આગળ છે.

સીટી ગેસ વિતરણ પ્રોજેક્ટ હેઠળ ઘરવપરાશ, પરિવહન, ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્ર માટે પાઈપલાઈનના ઈન્ટર કનેક્ટેડ નેટવર્ક મારફતે ગેસ પૂરો પાડવામાં આવે છે. કંપનીએ ૮ વર્ષ કરતાં વધુ સમયમાં ૩૫ સીએનજી સ્ટેશન્સ સ્થાપીને ૯૧,૦૦૦ પીએનજીના ઘરવપરાશના જોડાણો આપીને દીવ અને ગીર સોમનાથ જીલ્લાના વિવિધ ભાગોમાં મજબૂત પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે કટિબધ્ધ છે. આ પ્રોજેક્ટ વડે ૧૦૦૦ વ્યક્તિઓને સીધી અને આડકતરી રોજગારી મળવાની સંભાવના છે. જીલ્લાના વિવિધ ભાગોમાં (ઉના, વેરાવળ, સુતરાપાડા, કોડીનાર, દીવ, તલાલા વગેરે) સામાન્ય જનતાને તથા વાણિજિયક તથા ઔદ્યોગિક ગ્રાહકોને પીએનજી ડોમેસ્ટીક અને સીએનજી સ્ટેશનની કનેક્ટીવિટી દ્વારા નેચરલ ગેસ કનેક્ટીવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આપવા માટે કટિબધ્ધ છે. ૯મો બીડીંગ રાઉન્ડ પૂરો થતાં ગુજરાત રાજ્ય પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્ટીવિટીનો ૧૦૦ ટકો વ્યાપ ધરાવતું રાજ્ય બન્યું છે.

Previous articleગાંધીનગરમાં ત્રિદિવસીય REFCOLD, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારાશે
Next articleએટીએસને સફળતા : આખરે વાપીમાં નકસલીની અટકાયત