ર૪ કલાકમાં સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત

715
bhav792017-6.jpg

એકાદ સપ્તાહથી મંદ પડેલ સ્વાઈન ફ્લુના ગંભીર રોગે ફરી એકવાર ફુંફાડો માર્યો છે. જેમાં આધેડ વયના રાત્રિ-પુરૂષના મૃત્યુ થયા છે.શહેરના સર ટી. હોસ્પિટલ સ્થિત સ્વાઈન ફ્લુ વોર્ડમાં કાળીયાબીડ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષિય વૃધ્ધ છેલ્લા ચારેક દિવસથી સ્વાઈન ફ્લુને લઈને સારવાર લઈ રહ્યાં હતા. જેઓનું સઘન સારવાર દરમ્યાન મરણ થયું છે. એ જ રીતે સિહોરની પપ વર્ષિય મહિલા ત્રણ દિવસ પૂર્વે સર ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની ગંભીર અસર હેઠળ દાખલ કરવામાં આવેલ. આ મહિલા પર કોઈ તબીબી સારવાર કારગત ન નિવડતા તેણે પણ અંતિમ શ્વાસ લીધો હતો. આમ ૧ર કલાકના સમયમાં સ્વાઈન ફ્લુના ખપ્પરમાં વધુ બે માનવીઓ હોમાઈ જવા પામ્યા છે. તદ્દઉપરાંત ર૪ પોઝીટીવ કેસ પૈકીની ૩ હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે ૬ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમુના લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હોય જેની રાહ જોવાઈ રહી છે. આમ એકાદ સપ્તાહથી મંદ પડેલ સ્વાઈન ફ્લુએ પૂનઃ ફુંફાડો મારતા લોકોમાં ભારે ભય પ્રસરી જવા પામ્યો છે.