શ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

919
bvn21112017-4.jpg

ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે માવો ખવડાવવાની ના પાડતા શ્રમિક યુવાનને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. બનાવની જાણ થતા ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધારના નાની વાવડી ગામે રહેતા શ્રમિક દિનેશભાઈ વજુભાઈ વાઘેલા ઉ.વ.ર૬ ગત મોડીસાંજે દુધ લેવા નિકળ્યા હતા તે વેળાએ મુળ ગઢડા તાલુકાના ખોપાળા ગામનો અને હાલ નાની વાવડી ગામે રહેતો અજય ઉર્ફે ભાણો બચુભાઈ ચૌહાણે આવી કહેલ કે મને માવો ખવડાવ જેની દિનેશભાઈએ ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા અજય ઉર્ફે ભાણાએ ગાળો દઈ પોતાની પાસે રહેલી છરી વડે છાતીના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગેની જાણ થતા ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક દિનેશભાઈ વાઘેલાના ભત્રીજા કિશનભાઈની ફરિયાદ નોંધી ફરાર હત્યારો અજય ઉર્ફે ભાણાને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleખડીયાકુવા ખાતે આનંદનો ગરબો યોજાયો
Next articleવિભાવરીબેન દવેના ચૂંટણી કાર્યાલયનું આનંદીબેન પટેલના હસ્તે ઉદ્દઘાટન