ખડીયાકુવા ખાતે આનંદનો ગરબો યોજાયો

1830
bvn21112017-5.jpg

શહેરના વડવા ખડીયા કુવા બહુચર માતાના મંદિર ખાતે મામા મિત્ર મંડળ દ્વારા અખંડ આનંદ ગરબા ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે ૮ કલાકે દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આખો દિવસ માતાના ગરબા ધૂન સાથે સાંજે ૬-૩૦ કલાકે માતાનો ગોખ પુરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.