માંડવાળી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

889
bvn21112017-2.jpg

તળાજા તાલુકાના માંડવાળી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કાર સાથે એક બુટલેગરને એસઓજી ટીમે પૂર્વ બાતમી આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે માંડવાળી ચોકડી ખાતેથી ઇનોવા કાર નંબર જીજે ૦૧ કેએમ ૧૧૨૪ માંથી બહાદુર પોપટભાઇ ચૌહાણ/રજપુત ઉ.વ. ૩૮ રહે. મોખડકા નવા પ્લોટ તા. પાલીતાણાવાળાને વિદેશી (ઇંગ્લીશ) દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૫૪૧ કાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭,૪૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તળાજા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો તળે પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી,.પરમાર તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ,  સોહિલભાઇ ચોકિયા, જીતેન્દ્રસિંહ જાડેજા રાજદીપસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.