સુરત, મહેસાણા, રાજકોટ વલસાડ કોંગીમાં અસંતોષ

671
guj21112017-10.jpg

રાજય વિધાનસભાની આગામી માસમા બે તબકકામા યોજાવા જઈ રહેલી ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસ દ્વારા રવીવારના રોજ મોડીરાત્રીના સુમારે જાહેર કરવામા આવેલી ઉમેદવારોની યાદીના પગલે સુરત, રાજકોટ ,વલસાડ સહિતના વિસ્તારોમા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓનો રોષ વધુ પ્રબળ બનવા પામ્યો છે.
સુરતમાં ૨૦૦થી વધુ કાર્યકર્તા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહિલા પ્રમુખ દ્વારા તેમના હોદ્દા ઉપરથી રાજીનામા ધરી દેવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રવીવારની રાતે જાહેર કરવામા આવેલી યાદી બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને શહેર મહિલા પ્રમુખ સહિત ૨૦૦
 થી પણ વધારે કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે આ સાથે જ મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામુ આપ્યુ છે.સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ,મહિલા પ્રમુખ જયોતિ સોજીત્રા,સહિત કાર્યકરો દ્વારા રાજીનામા આપી દેવામા આવતા કોંગ્રેસ વિરોધી વંટોળ શરૂ થવા પામ્યો છે.મહેસાણામા પણ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશ દેસાઈ દ્વારા ઉપ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેવામા આવ્યુ છે.તેમણે અંગત કારણસર રાજીનામુ આપ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.આ તરફ ઉત્તર ગુજરાતમા મહેસાણા અને દક્ષિણ ગુજરાતમા સુરતને પગલે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ ગ્રામ્યમાં આંતરીક વિખવાદ બહાર આવવા પામ્યો છે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના વશરામ સાગઠીયા અને સુરેશ બથવાર બંને નેતા એક જ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી જતા અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા છે.વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ કોંગ્રેસમાં તાલુકા પંચાયતના સભ્યો સહિત નરેશ વડવીએ રાજીનામુ આપતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતુ.

Previous articleબોગસ ઉમેદવાર યાદી ફરતી કરવાના મામલે ફરિયાદ થઇ
Next articleભાજપના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ચાવડાએ ફોર્મ ભર્યુ