ગુજરાતી ફિલ્મ ગુજરાતી વેડીંગ ઇન ગોવા નું મ્યુઝિક લોંચ કરાયું

1169
guj22112017-5.jpg

આજે જયારે એેક પછી એક ગુજરાતી ફિલ્મો સફળતાના શિખરો સર કરી રહી છે, ત્યારે અવનવા ટાઇટલ વાળી ગુજરાતી ફિલ્મો આવી રહી છે.આવીજ એક ટાઇટલ વાળી ફિલ્મ ગુજરાતી વેડીંગ ઇન ગોવા નું મ્યુઝિક અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું.સૌપ્રથમવાર કોઇક ફિલ્મ ના ગીત ને વલર્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન મળ્યું છે. કેમ કરીને મનાવુ ગીત જે કીર્તીદન ગઢવી દ્રારા ગવાયું છે તે કુલ ૪ મિનીટ ૫૦ સેકન્ડ સુધી એકજ શોટ માં વગર કોઇ કટ એ શુટ કરવામાં આવ્યું છે ફિલ્મો માં પણ શક્ય થઇ શક્યું નથી. આ ફિલ્મ આજની યુવાપેઢી ના છોકરા અને છોકરીઓ વચ્ચેનું પ્રેમ,ઝઘડા,ગુસ્સો,પાગલપન એવા જીવન ના અનેક પાસાઓ ને સમાવી લેતી સમગ્ર પરિવાર સાથે જોઇ શકાય તેવી એક સુસંસ્કૃત અને આનંદી કોમેડી ફિલ્મ છે.ફિલ્મ નિતીન થન્કી, ઇન્દ્રસિંઘ રાજપુરોહીત અને ગ્રાંડ ફેમીલી ફિલ્મ દ્રારા રાજહીત પ્રોડક્શન ના સહયોગ થી બનાવ્વામાં આવી છે. આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં જય, શીવાંગ બ્રહ્મભટ્ટ, ચન્દ્રેશ, ગીત, ગરીમા, નેહલ, જેની, ભાવીની બેન અને ચિંતન છે.
ફિલ્મ ના ગીતો માં મન નું ગોકુલ મારુ-પાર્થ ઓઝા અને દર્શના ગાંધી,મલી નજર જો નજર થી- જીગરદન ગઢવી,ચાંદ જેવો ચહેરો- પાર્થ ઓઝા, જીગરદન ગઢવી,જલ્પા દવે,નિકીતા શાહ,મયુરી દેસાઇ અને બેલા પટેલ, બેચલર્સ પાર્ટી- સુરજ ચૌહાણ અને રોની રાજહીત,કેમ કરીને મનાવુ- કીર્તીદન ગઢવી, બર્થડે પાર્ટી થીમ- ચોરુસ,ફટના કપલેટ-નિકીતા શાહ અને અભીતા પટેલ અને ગુજરાતી વેડીંગ ઇન ગોવા થીમ- ચોરુસ દ્રારા આપવામાં આવ્યું છે.ફિલ્મ માં સમીર માના દ્રારા સંગીત આપવામાં આવ્યું છે.

Previous articleવાવોલ તેમજ પાલજમાં પદ્માવતીના વિરોધમાં બેનરો લાગ્યા
Next articleદામનગરમાં કવિ સંમેલન યોજાયું