વાવોલ તેમજ પાલજમાં પદ્માવતીના વિરોધમાં બેનરો લાગ્યા

860
gandhi22112017-9.jpg

ગાંધીનગર પાસે આવેલા પાલજ મેઈન રોડ ઉપર પણ પદ્માવતી ફિલ્મની વિરુધ્ધ પોતાનો રોષ પ્રગટ કરવા રાજપૂત સમાજ દ્વારા બેનરો લગાડી રાજકીય પક્ષોનો વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના વાવોલમાં રાજપૂત યુવા સંગઠન ધ્વારા જ્યાં સુધી પદ્માવતી ફિલ્મનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસના નેતાઓને ચુંટણી પ્રચાર કે વોટ માંગવા આવવા પર પ્રતિબંધના બેનર ગામના પ્રવેશદ્વારો પર  લગાડાયા.