પિપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનસ ખાતે અદ્યતન સેવાનો પ્રારંભ

839
guj12518-2.jpg

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ખાતે ડિજિટાઈઝેશન બાબતે સમય અને નાણાની બચત સાથે પીપાવાવે સલામતીમાં વધારો કર્યો. 
એ.પી.એમ. ટર્મિન્લસ પિપાવાવના ગેટ પર દરરોજ પ૦૦થી વધુ ટ્રકોનો ખડકલો થતી હોવાથી કાર્ય ક્ષમતામાં નાનકડો વધારો કરવાથી પણ પ્રતિદિન ૧૦૦ કલાકની બચત થાય છે. ટર્મિનલના લેટેસ્ટ ડિજિટલ સોલ્યુસનને કારણે પર્યાવરણ, નાણાનીબ ચત થવાની સાથે સલામતીમાં પણ વધારો થાય છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પ્રત્યેક ઈસ્પોર્ટ- એફસપોર્ટ કન્ટેનર માટે જરૂરી ફોર્મ ૧૩નું ઓનલાઈન વર્ઝન (ટર્મિનલ દ્વારા ઈસ્યુ કરાતી ગેટ -ઈન પરમિટસ) વિકસાવ્યું છે. જે ઈ-ફોર્મ ૧૩ તરીકે ઓળખાતા આ ફોર્મને કારણે ૩૦ લાખ કિલોમીટર રોડ ટ્રિપ્સની બચત થશે અને આ ટ્રકોને કારણે થનારા પ્રદુષણને પણ અટકાવી શકાશે. તેમજ ગ્રાહકોને આનાથી સમયની અને ઈંધણ ખર્ચની પણ બચત થશે. આમાના ઘણા બધા કિલોમીટર કુરીયર દ્વારા મોટર સાઈકલ પર કવર થતા હોવાથી જીવલેણ રોડ ટ્રાફીક અકસ્માતોનું જોખમ પણ મોટાપાયે ઘટશે નવી પેપરલેસ સિસ્ટમે પ્રતિવર્ષ નકામા કાગળોની લાખો શીટીસબ ચાવાશે અને પ્રોસેસિંગમાં ઝડપ આવશે. આ અગાઉ એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ખાતે શિપિંગ લાઈન્સના પ્રત્યેક ઈમ્પોર્ટ એકસપોર્ટ કન્ટેનર માટે ભરેલું ફોર્મ ૧૩ જ ારી કરવા અને ડોકયુમેન્ટ એકત્ર કરાતા હતા ટ્રકો  પ્રી-ગેટ વેઈટીંગ એરિયા પર આવતી હતી અનેક ન્ટેનર અંદર લઈ જતા પહેલા તેમણે ફોર્મ ૧૩ મેળવવા માટે દસ્તાવેજો સુપ્રત કરવા પડતા હતા ત્યારે બાદ કસ્ટમ હાઉસ એજન્ટએ દસ્તાવેજોને સુપ્રત કરવા માટે ૧૪ કિલોમીટરની રાઉન્ડ ટ્રી મારીને શિપિંગ લાઈન્સની ઓફીસે જતા અને મેન્ય્‌અલ ૧૩ મેળવવા રાહ જોવાતી આ ટ્રકર ને ૧૩ મળે પછી પ્રી-ગેટ કલાર્ક દ્વારા ટર્મિનલ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિટેલ ભરવામાં આવતી એ પછી જ ટ્રકોને ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવતો હતો. 
ઈન્ટરકનેકટેટ સિસ્ટમથી નવિ સ્થિતિમાં કસ્ટમ્સ હાઉસ એજન્ટ પોતાની ઓફીસમાંથી ઈ-ફોર્મ ૧૩ પ્લેટફોર્મ પર જરૂરી દસ્તાવેજો ડિજિટલી અપલોડ કરી દે છે. શિપિંગ લાઈન એપ્રુવ્ડ સ્કીન દ્વારા અપલોડ દસ્તાવેજોની ચકાસણી કરે છે અને તેને ડિઝિટલી માન્યતા આપે છે. આનાથી એપ્રુવલ ટ્રાન્ઝેકશન નંબર નીકળે છે અને ટર્મિનલ ઓપરેટીંગ સિસ્ટમને જરૂરી  માહિતીથી અપડેટ કરવામાં આવે છે. કસ્ટમ હાઉસ એજન્ટ  ટેફસ્ટ મેસેજ દ્વારા એપ્રુવલ ટ્રાન્ઝેકશન નંબર મોકલે છે અને આમ ટ્‌્રકો ગેટમાંથી નિકળી શકે છે. 
આ નવી સિસ્ટમ માટેના ડેવલપમેન્ટ પાર્ટનરની પસંદગી સમાન પ્લેટફોર્મ વિકસાવવામાં તેમના અગાઉના અનુભવતા આધારેક ાળજીપુર્વક પસંદ કરાયા હતાં. આ નવી વ્ય્વસ્થામાં સરળતાથી જઈ શકાય તે માટે આ કાળજી રાખવામાં આવે છે. આ પરીવર્તનથી અસર પામનારા તમામ લોકો સમગ્ર પ્રક્રિયા અને તેની અસરો, સંપુર્ણ રીતે સમજી શકે તે માટે રઈનનીંગ સેશન્સ પણ યોજવામાં આવી છે. આ ટ્રેઈનીંગ સેશન્સ દ્વારા ટર્મિનલે ગ્રાહક સાથેનો સંબંધ પણ મજબુત કર્યો છે. 

Previous article ખગોળદર્શન માટે બાળકોની ભીડ
Next article નર્મદા સિમેન્ટ માઈન ખાતે ખાણ સ્વચ્છતા પખવાડીયાનો ભવ્ય સમારોહ