સ્ટેન્ડીંગની બેઠકમાં ૩૩ ઠરાવોને સર્વાનુમતે બહાલી

1567
bvn1352017-10.jpg

ભાવનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ સાધારણ સભાની બેઠકમાં કુલ ૩પ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૪ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
ભાવનગર મહાપાલિકાની સાધારણ બેઠક મેયર નિમુબેન બાંભણીયા, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં અધ્યક્ષસ્થાનેથી ભાવનગર શહેરમાં પ્રગતિમાન તથા આગામી સમયમાં શરૂ થનાર વિકાસલક્ષી કાર્યોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. એ સાથે અલગ અલગ ૩૪ ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧ મુદ્દાને બાદ કરતા બાકીના તમામ ૩૩ એજન્ડાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે લાખો, કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ, રસ્તાઓ, આરસીસી રોડનું નિર્માણના ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા તેમજ એક ઠરાવ બહુમતિના અભાવે મંજુર કરવામાં આવ્યો નહોતો અને પેન્ડીંગ રહ્યો હતો.
સમગ્ર બેઠકમાં વિકાસ નામનો ‘મેલો મંત્ર’નો જાપ સિવાય કશુ ન હોય શાસક પક્ષ દ્વારા કરોડોના વિકાસ કાર્યોની આંકડાકિય માયાજાળ રજૂ કરાતા વિપક્ષ દ્વારા સમગ્ર બાબતો અંગે  પ્રશ્નોતરી અગર છણાવટના બદલે મૌન રહી તમાશો નિહાળવામાં શાણપણ માન્યું હતું.
આ ઉપરાંત બેઠકમાં શહેરમાં રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરી ડ્રેનેજ, સ્ટ્રોમ તથા પાણીની લાઈનોને નુકશાન કરી સમયસર સમારકામ ન કરવામાં આવતું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. ખુદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશ ધાંધલ્યાએ પોતાના વોર્ડમાં વાઘાવાડી રોડ પર રોડની કામગીરી દરમ્યાન મેનહોલને વ્યાપક પ્રમાણમાં કરવામાં આવેલ. નુકશાન અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો તથા કાળીયાબીડ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં પણ રોડ નિર્માણના કામ વેળા અન્ય સુવિધા ક્ષતિગ્રસ્ત કર્યાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે મ્યુ.કમિશ્નરએ રોડ વિભાગને આદેશ આપી મેનહોલની ફરતે ખોદકામ કરી તત્કાલ રીપેરીંગની સુચના આપી હતી. આ ઉપરાંત લાંબા સમયથી ચર્ચાના એરણે ચડેલ પીલગાર્ડન નવીનીકરણ, નિલમબાગ સર્કલ સહિતના સર્કલોમાં ચોમાસા દરમ્યાન પાણીનો ભરાવો થતો હોય ચોમાસા પૂર્વે ઉચા લેવા રજૂઆત કરવામાં આવી હતી અને સર્કલો તથા ઉદ્યાનોનું કાર્ય ઝડપથી પુરૂ કરી લોક ગ્રાહ્ય બને તેવી રજૂઆતો કરી હતી.