વાહન અને બેટરી ચોરી કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

1100
bhav792017-1.jpg

શહેરના કરચલીયાપરા પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈ પસાર થઈ રહેલા ખેડૂતવાસના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે જુનાબંદર રોડ પરથી મોટા વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર રૂવાપરી રોડ પરના શખ્સને ગંગાજળીયા પોલીસ સ્ટાફે બાર્ટન લાઈબ્રેરી પાસેથી ઝડપી લીધો છે.ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખુમાણ, હિરેનભાઇ મકવાણા, મનદિપસિંહ ગોહીલ, વિજયભાઇ વેગડ, રાજેશભાઇ ગોહેલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન કરચલીયા પરા મોતી સ્ટુડીયા પાસે એક ઇસમ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા આગળ પાછળની નંબર પ્લેટ વગર લઇ નિકળતા શંકાસ્પદ જણાતા ઇસમ સુનિલભાઇ ઉર્ફે સુનિયો કિશોરભાઇ સોલંકી/કોળી ઉ.વ.૨૧ રહે. ખેડુતવાસ ૫૦ વારીયા પ્લોટ નં-૬૪ સાંઇ બાબાના મંદિર પાસે મો.સાના કાગળો માંગતા નહી હોવાનુ જણાયેલ તેમજ પુછપરછ દરમ્યાન મો.સા ચોરી કરેલાનુ જણાય આવેલ હોય જેથી ઇસમના વિરૂધ્ધમા કાયદેરસની કાર્યવાહી કરી ચોરીનો ગુન્હો ડીટેકટ કરેલ.પો.સબ.ઇન્સ યુ.એમ.ગાવિત તથા ડી સ્ટાફ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ધર્મેશભાઇ ઉર્ફે ટીકુ જયંતિભાઇ બારૈયા ઉવ.૨૧ રહે.રૂવાપરી રોડ ક્રિષ્ના સોસાયટી ભાવનગર વાળો બાર્ટન લાઇબ્રેરી ચોક પાસે બેટરીઓ વેચવા આવવાનો હોય જે ચોક્કસ બાતમી આધારે વોચમા રહેતા ઉપરોકત ઇસમ બે અલગ-અલગ કંપનીની વાહનોની મોટી બેટરીઓ લઇ નિકળતા શંકાસ્પદ જણાતા ઇસમ પાસે સદરહુ વાહનોની મોટી બેટરીઓના બીલ તથા આધાર માંગતા નહી હોવાનુ જણાયેલ તેમજ પુછપરછ દરમ્યાન વાહનોની મોટી બેટરીઓ જુના બંદર રોડથી ચોરી કરેલાનુ જણાય આવેલ હોય જેથી મજકુર ઇસમના વિરૂધ્ધમા કાયદેરસની કાર્યવાહી કરી ચોરીનો ગુન્હો ડીટેકટ કરેલ.