સંત પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિ ઉજવાઈ

782
guj22112017-1.jpg

નાગેશ્રી ખાતે સ્વ.નાજાબાપુ વરૂની વાડીમાં પ્રેમદાસબાપુએ ૭પ વર્ષ પહેલા ઉદાસી ધુણો ચેતન કરેલ. જે આજે સમર્થ સંત પ્રેમદાસબાપુ ત્યાં હજુ હાજર હોય તેવો દરેક ઉદાસી સેવકોને તેમજ નાજાબાપુ પરિવાર, સુરંગબાપુ પરિવાર, નનકુબાપુ પરિવારને તેમજ સમસ્ત નાગેશ્રી વરૂ પરિવાર તથા દરેક જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં બાપુનો ઉદાસી ધુણાનું વિધિસર પૂજન બાદ સંત નામ કિર્તન ભજન અનુષ્ઠાન બાદ બપોરે બટુક ભોજન મહાપ્રસાદનું આયોજન થયેલ. જેમાં સુખાભાઈ વરૂ, મહેશભાઈ વરૂ, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, દોલુભાઈ વરૂ તેમજ સાધુ-સંતો-મહંતો સહિત ૭પમી નિર્વાણ તિથિનું ભવ્ય આયોજન કરેલ.