કોંગ્રેસના દિલીપસિંહ, નીતાબેન અને કાંતિભાઈએ ઉમેદવારી કરી

679
bvn22112017-8.jpg

ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકીની પૂર્વ-પશ્ચિમ અને ગ્રામ્ય બેઠક પર આજે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોએ આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. અગાઉ ચારણ બોર્ડીંગ ખાતે એકઠા થયા બાદ બહોળી સંખ્યામાં કાર્યકરોની સાથે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. 
ભાવનગર પૂર્વ બેઠક પર કોંગ્રેસના નીતાબેન રાઠોડ અને તેમના ડમી તરીકે જસુબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક પર પૂર્વ ધારાસભ્ય એવા દિલીપસિંહ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. જ્યારે તેમના ડમી તરીકે પ્રવિણસિંહ ગોહિલ અને અઅકભાઈ મેણીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કાંતિભાઈ ચૌહાણે ફોર્મ ભર્યુ હતું અને તેના ડમી તરીકે મહાવિરસિંહ ગોહિલે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોશી સહિત હોદ્દેદારો, કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.