રાજુલા ચીફ ઓફિસરને સફાઈ કર્મીઓએ એટ્રોસીટીમાં ફસાવવાની ધમકી અપાતા પોલીસ પાસે રક્ષણ માંગ્યું

970

રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય આર નસીતે રાજુલા પોલીસ મથકમાં ન.પા.ના સફાઈ કામદારો દ્વારા તેઓને ખોટી રીતે એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોય રક્ષણ આપવા માંગણી કરાતા સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હાલમાં રાજુલા નગરપાલિકા દ્વારા ૧૦૬ રોજમદાર સફાઈ કામદારીને છુટા કરવામાં આવતા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે અને બે દિવસ પુર્વે ૧૦૬ પૈકી ર સફાઈ કામદારો ૩૦ નવેમ્બર સુધીમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ડિસેમ્બરના પ્રારંભ ન.પા. કચેરીએ આત્મ વિલોપન કરશે તેવી ધમકી આપવા ઉપરાંત નવ નિયુકત ચીફ ઓફિસર ઉદય નસીબને ખોટી રીતે એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા આજે રાજુલા પો.સ્ટે.માં પોતાને રક્ષણ આપવાની લેખીત રજુઆત કરી હતી.

અરજીમાં જણાવ્યા મુજબ સફાઈ કામદારોને પુનઃ ફરજ ઉપર લેવા માટેનો પ્રશ્ન ખુબ જ જટીલ અને કાયદાકીય રીતે ખુબ જ અધરો હોવાથી સફાઈ કામદાર આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી થોડી સમય માંગ્યો છે. રાજય સરકારના વખતો વખતના પરીપત્રો ઠરાવો મુજબ ૧૦૬ સફાઈ કામદારોને પુનઃ ફરજમાં લેવા શકય નથી પરંતુ આ વાતને લઈને સફાઈ કામદારો મારી ઉપર વિવિધ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે અને મને ખોટી રીતે એટ્રોસીટી કરાવી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હક્કિત તો એ છે કે મારી ફરજ દરમ્યાન સફાઈ કામદારોના અનેક પ્રશ્નોનો નિકાલ કર્યો છે. અગાઉના પેન્ડીંગ પગાર પણ કરી આપ્યા છે. છતાં ખોટી રીતે આક્ષેપો કરવા ઉપરાંત એટ્રોસીટીની ધમકી આપવામાં આવતી હોય. સરકારી કામકાજમાં ફરજમાં મુશ્કેલી ન પડે તે માટે મને પોલીસ રક્ષણ આપવા ચીફ ઓફિસર ઉદીત નસીત દ્વારા રાજુલા પો.સ્ટે.માં લેખીત રજુઆત કરવામાં આવતા ન.પા. તેમજ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Previous articleમ્યુ. બોર્ડમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર
Next articleભૈરવધામે કાળભૈરવ જયંતિ ઉજવાઈ