ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે ક્રેસન્ટ રોડ પરથી શંકાસ્પદ હાલતે બાઈક સાથે પસાર થઈ રહેલ યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એસઓજી ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ પરમાર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળા મળેલ ચોક્કસ બાતમી આધારે નવાપરા દરબાર છાત્રાલયથી ક્રેસન્ટ તરફ જવાના રોડ પર વોચમાં હતા તે વેળાએ એક યુવાન બાઈક નં.જીજે૦૪બીડી ૬૯૩૩ લઈને શંકાસ્પદ હાલતે પસાર થતા સ્ટાફે અટકાવી યુવાનું નામ સરનામુ તથા બાઈકના કાગળો માંગ્યા હતા. આથી યુવાને પોતાનું નામ કોળી નિમેષ ભુપત જાદવ રે.કરેડા તા.ઘોઘાવાળો હોવાનું જણાવેલ તથા બાઈકના કાગળ કે સંતોષકારક જવાબ રજૂ ન કરતા પોલીસે આ બાઈક છળકપટ અગર ચોરી કરી મેળવ્યાનું અનુમાન સાથે રપ હજારના બાઈક સાથે યુવાનની ધરપકડ કરી સી ડીવીઝન પોલીસ મથકને સોપી ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.