સિહોર રેલ્વે સ્ટેશન પાસે પાર્ક કરેલી બાઈકમાંથી પૈસા ભરેલી બેગની ઉઠાંતરી

705
bhav23-11-2017-2.jpg

સિહોરના રેલ્વે સ્ટેશન પાસે આવેલી લેબોરેટરી નજીક રાત્રિના સમયે પાર્ક કરેલી એક બાઈક પરથી પૈસા તથા લેબોરેટરીના સામાન ભરેલી બેગની ઉઠાંતરી થવા પામી હતી. જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સિહોરના હાર્દસમા વિસ્તાર એવા રેલ્વે સ્ટેશન નજીક આવેલી ગોપાલ લેબોરેટરી પાસે લેબોરેટરીની બેગ સાથે મુકેલી બાઈક પરથી રાત્રિના સમયે કોઈ શખ્સો લેબોરેટરીનો સામાન અને રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી નાસી છુટ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતા તુરંત જ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારમાં રાત્રિના સમયે આવારા તત્વોની બેઠક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા સઘન તપાસ કરી બેગ ઉઠાંતરી કરનારને ઝડપથી પકડી પાડે તેવી માંગ ઉઠવા પામી છે.