બીજા ચરણની ચૂંટણી માટે હાઇવોલ્ટેજ પ્રચારનો અંત

633
GUJ13122017-15.jpg

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાન માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે સાજે પાંચ વાગે બીજા તબક્કા માટે હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પુરતી તાકાત લગાવી હતી. છેલ્લા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીવરફ્રન્ટ પરથી સી પ્લેન મારફતે ધરોઇ પહોંચીને વિકાસની સાબિતી આપી હતી. જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. આજે સાંજે પાંચ વાગ્યે પ્રચારનો અંત આવ્યા બાદ ડોરટુ ડોર જઇને પ્રચાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી.  પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૧૯ જિલ્લાની ૯૩ સીટ પર ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. ભાજપે તમામ 
૯૩ સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૯૧ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મણિનગર, અમિત શાહના નારણપુરા અને આનંદીબેન પટેલની વિધાનસભા સીટ પણ બીજા તક્કાના મતદાનમાં આવરી લેવામાં આવી છે.  પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે . આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયા બાદ હવે બીજા તબકકા માટે ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવા માટે ચૂંટણીપંચ તરફથી તમામ તૈયારી પુરી કરી લેવામા આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામા આવી રહેલા પ્રચાર અને પ્રસાર ઉપર મંગળવાર સાંજે પાંચ કલાકે રોક લાગી ગઇ હતી. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૬૬.૭૫  ટકા મતદાન  થવા પામ્યુ હતુ. બીજા તબકકામા કુલ ૯૩ બેઠકો માટે કુલ ૮૫૧ ઉમેદવારો મેદાનમા છે તેવા સમયે રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત પણ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા આ ચૂંટણીમા પ્રચાર કરવામા આવ્યો કે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,ચિદમ્બરમ સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો.૧૬થી વધુ ઉમેદવારો મેદાનમા છે ત્યાં બે ઈવીએમ આપવામા આવશે.મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમા છે. સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં બે છે.કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ  પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ટકા મતદાન થયું હતું. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ બીજા તબક્કામા પણ તમામ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે. વધુને વધુ મતદાનની ખાતરી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. 

૨.૪૧ લાખ કર્મચારી ફરજ પર
બીજા તબક્કાનુ ચરણ
હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે હવે મતદાન યોજાનાર છે. બીજા તબક્કાનુ ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.
બીજા  તબક્કામાં સીટો        ૯૩
બીજા તબક્કામાં જિલ્લા        ૧૯
બીજા તબક્કામાં ઉમેદવાર        ૮૫૧
બીજા તબક્કામાં મતદારો        ૨૨૨૯૬૮૬૭
બીજા તબક્કામાં મતદાન        ૧૪મી ડિસેમ્બર
બીજા તબક્કામાં પોલીસ        ૧.૭૪ લાખ
બીજા તબક્કામાં પોલિંગ સ્ટેશન        ૨૫૫૭૫
કર્મચારીઓ ફરજ પર        ૨.૪૧ લાખ
સૌથી વધુ ઉમેદવારો        મહેસાણા (૩૪)
સૌથી ઓછા ઉમેદવારો        ઝાલોદ (૨)

ચૂંટણી પ્રચારની સાથે સાથે
• ભાજપે તમામ ૯૩ સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૯૧ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
•    બીજા તબક્કાના મતદાનમાં  નરેન્દ્ર મોદીના મણિનગર, અમિત શાહના નારણપુરા અને આનંદીબેન પટેલની વિધાનસભા સીટ પણ સામેલ છે.
•    પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે
•    ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે . 
•    ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૬૬.૭૫  ટકા મતદાન  થવા પામ્યુ હતુ. 
•     રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો
•     ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી સહિતના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા
જ્ઞ્    પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ સહિતના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા 
જ્ઞ્    પ્રચારના છેલ્લે દિવસે મોદીએ અંબાજીમાં અને રાહુલે અમદાવાદમાં જમાલપુર મંદિરમાં  પુજા કરી
જ્ઞ્    છેલ્લા દિવસે અન્ય દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા