હિંમતનગર નજીક ઈલોલ ગામે પતિના અસહય ત્રાસથી પરણિતાએ અગ્નિસ્નાન કરી લીધું

784
gandhi14122017-3.jpg

સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર તાલુકા ના ઈલોલ ગામની ર૮ વષીૅય પરણિતાએ પતિ અને સાસુ ના શારીરીક તથા માનસિક ત્રાસ થી તંગ આવીને શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જઈ મોતને વહાલું કરી લેતાં ગામલોકો માં ચકચાર મચી ગઈ હતી.
દરમ્યાન હિંમતનગર તાલુકા ના સુંદરગઢ ગામના મૃતક પરણિતાના પિતા અરવિંદભાઈ કચરાભાઈ મકવાણા એ ગઈકાલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો.કલમ ૪૯૮(ક) તથા ૩૦૬ હેઠળ ગુનો દાખલ કરીને પો.સ.ઈ.એસ.ડી.ચૌધરી એ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ના જણાવ્યા અનુસાર આ ફરિયાદ માં આરોપીઓ તરીકે ઈલોલ ગામના (૧)પતિ પ્રકાશભાઈ કરસનભાઈ સોલંકી(ર)સાસુ લાડુબેન કરસનભાઈ સોલંકી નો સમાવેશ કરવામાં આવ્યો છે. 
હિંમતનગર તાલુકા ના સુંદરગઢ ગામની કોમલબેન મકવાણા નામની યુવતિ ના લગ્ન ઈલોલ ગામના યુવક અરવિંદભાઈ કચરાભાઈ સોલંકી સાથે થયા હતા. 
લગ્ન બાદ કોમલ તેના સાસરિયામાં આવી ત્યાર થી એટલે કે સાતેક માસ થી યેનકેન પ્રકારે તેના ઉપર શારીરીક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 
આમ સાસરિયા તરફ થી સાત મહિના થી વારંવાર આપવામાં આવી રહેલો શારીરીક તથા માનસિક ત્રાસ થી તંગ આવી ગયેલ રેખાબેન મકવાણા એ (ઉ.વ.ર૮) આખરે જીવન ટુંકાવી લેવાનું નકકી કરી લીધું હતું. આથી ગત સોમવારે કોમલ એ શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જતાં તેનું મોત નિપજયું હતું. 
દરમ્યાન માં જીવન-મરણ વચ્ચે ઝોલાખાતી કોમલ નું હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં સારવાર ને અંતે મોત નિપજયું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે કોમલબેન ની લાશને પોસ્ટમોટમ કરાવી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હતી. 
આ અંગે કોમલબેન ના પિતા અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારી દીકરી ને અગાઉ કાંકણોલ ગામે લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ દિકરી ને સારું સુખ મળી રહે અને  જીવન સંસાર સુખી બને તેને માટે ઈલોલ લગ્ન કરવામાં આવ્યા હતા. અને પોતાની દિકરીને તેના પતિ અને સાસુ એ ભેગામળી હત્યા કરી હોવાનો આક્ષેપ કયોૅ હતો. 

Previous articleબીજા ચરણની ચૂંટણી માટે હાઇવોલ્ટેજ પ્રચારનો અંત
Next articleમધૂર ડેરીએ મગોડીના દૂધ ઉત્પાદકોનુ દૂધ સ્વિકારતા ડેરીના માર્ગે ચક્કાજામ