કુપોષિત બાળકો માટે વિજાપુર તાલુકાના તલાટી મંડળની અનોખી પહેલ

1101

ગુજરાતના ગામડાઓમાં હાલ કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેને ડામવા મહેસાણાના વિજાપુર તાલુકાનું તલાટી મંડળ દ્વારા પ્રેરણાદાયી પહેલ કરી છે. વિજાપુર તાલુકાના ૧૦૦ જેટલા કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઈ સમાજને ઉત્તમ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.

ગુજરાતના ગામડાઓના બાળકો હાલ કુપોષણની બીમારી હાલ પરેશાન છે ત્યારે આ બાળકોમાં રહેલ કુપોષણની ખામીને દૂર કરવા માટે સરકારે કમર કસી છે પરંતુ સરકાર સાથે સાથે મહેસાણા જીલ્લાના વિજાપુર તલાટી મંડળ દ્વારા પણ આ કામમાં પોતાનું યોગદાન આપતા આવતા ૩ મહિનામાં વિજાપુર તાલુકા ૧૦૦ બાળકોને કુપોષણ મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.

વીજાપુરના સામાન્ય લાગતા બાળકો કુપોષણની બીમારીથી પીડાય છે, બાળકો માટે અત્યાર સુધી સરકાર તો પોતાની રીતે સહાય કરતી હતી પરંતુ આ બાળકોનો સહારો બન્યું છે મહેસાણાના વિજાપુર તાલુકાનું તલાટી મંડળ આ મંડળ દ્વારા ૧૦૦ બાળકો દત્તક લઈને તેમનામાં રહેલી કુપોષણની બીમારી આવતા ત્રણ મહિનામાં દૂર કરશે.

વિજાપુર તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં આમ તો કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ૨૦૦ કરતા વધારે છે. પણ ૧૦૦ બાળક એવા છે કે જે અતિ ગંભીર કુપોષણથી પીડાય છે. આ બાળકોની વાત કરવામાં આવે તો પિલવાઈ ગામમાં ૫, ખંણુસા ૧, ખરોડ ગામમાં ૪, બીલયા ગામમાં ૧, જુના ફુદેડા ગામમાં ૫, રણસીપુર ગામમાં૧ અને કોટડી ગામમાં ૨, રણાસન ગામમાં ૧, બામણવા ગામમાં ૧, કોટ ગામમાં ૪, છાપરા પરું ગામમાં ૧, તો લાડોલ ગામમાં ૧૧ બાળકો, કુકરવાડા ૪ તો પામોલ ગામમાં ૫, તો વસાઈ ગામમાં ૬ અને સોખડા ગામમાં ૧ બાળક અતિ ગંભીર કહી શકાય તેવા કુપોષણનો શિકાર છે

આ જે ૧૦૦ બાળકો છે તેને આગામી ૩ મહિનામાં કુપોષણ મુક્ત કરવા માટે વિજાપુર તલાટી મંડળ દ્વારા પોતાનાથી થતી તમામ મદદ કરવા માટે તેઓએ તૈયારી બતાવી છે આ માટે જરુરી ફંડ પણ એકઠું કરી દેવામાં આવ્યુ છે ત્યારે આ બાળકોમાં કુપોષણની ખામી દૂર થાય તે માટે તેમનું રેગ્યુલર ચેકઅપ પણ કરવામાં આવશે, ત્યારે આપણા ગુજરાતમાં તમામ તાલુકાના તલાટી મંડળ આ રીતે કુપોષણ મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવે તો ગુજરાતમાં થોડા વર્ષોમાં એક પણ બાળકમાં આ ખામી જોવા નહી મળે.

Previous articleડાયનેમીક્સ ઓફ કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા પર પ્રશંસનીય વર્કશોપ નું આયોજન
Next articleપુસ્તક પરબના પ્રણેતા પ્રજ્ઞાબેનનું પુસ્તક પ્રેમીઓ દ્વારા અભિવાદન