મોક્ષમાળા પરિધાન સાથે તપ આરાધકો ભાવવિભોર

755
bvn24112017-8.jpg

જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજન તથા સંઘ ભાવનગરના ઉપક્રમે ઉપધાન તપના સમાપન પ્રસંગે ચાલી રહેલ કાર્યક્રમમાં આરાધકોનો ભવ્ય વરઘોડો યોજવામાં આવેલ. સાધુ ભગવંત પૂ.મુક્તિવલ્લભસુરીજી સહિત ગુરૂભગવંતોની પાવન છત્રછાયામાં દાદાસાહેબ જિનાલયથી જશોનાથ ચોક, મોતીબાગ, વૃધ્ધિચંદજી ચોક, પરિમલ થઈ દાદાસાહેબ ખાતે શોભાયાત્રા પહોંચી હતી.
ઉપધાન તપના રપ૯ જેટલા તપસ્વીઓ તથા સદ્દગૃહસ્થો આ યાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં ઈન્દ્રધજા, રથ, હાથી, ઉંટ ગાડી, બેન્ડ, અષ્ટમંગલ ગોપીનૃત્ય, નાસીક ઢોલ મંડળી સહિતના મુખ્ય આકર્ષણો રહ્યા હતા. જવાહર મેદાન ખાતે આવેલ પ્રેમ ભુવનભાનુ ઉપધાન નગરી ખાતે તપસ્વીઓને મોક્ષમાળા પરિધાન સાથે ભવ્ય તપશ્ચર્યા પર્વનું સમાપન થયું હતું.