ઈદેમિલાદ નિમિત્તે પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો સાથે બેઠક

610
bvn26112017-2.jpg

આગામી તા.ર ડિસેમ્બરના રોજ ઈદેમિલાદના તહેવારની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય અને કોમી એકતા સાથે તહેવાર ઉજવાય તેવા આશય સાથે પોલીસ દ્વારા આજે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને સુચનોની આપ-લે કરી હતી. 
ઈસ્લામના મહાન પયગંબર સાહેબની જન્મજયંતિ ઈદેમિલાદ નિમિત્તે તા.ર ડિસેમ્બરના રોજ ભાવનગર શહેરમાં વિશાળ ઝુલુસ મહંમદશાબાપુની વાડી ચાવડીગેટ ખાતેથી નિકળશે. આ નિમિત્તે ઝુલુસમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારા સાથે ઝુલુસ સંપન્ન થાય તે માટે આજરોજ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સીટી ડીવાયએસપી મનિષ ઠાકરના અધ્યક્ષસ્થાને ભાવનગરના તમામ ડીવીઝનના અધિકારીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જુદા-જુદા સુચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, ઈકબાલભાઈ આરબ, શબ્બીરભાઈ ખલાણી, કાળુભાઈ બેલીમ, મુસ્તુફા ખોખર, ઈમરાન કોમરેડ, ખોજા સમાજના મીનસારીયા, મેમણ સમાજના રજાકભાઈ, હુસૈનમીયાબાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.