પાટનગરમાં કાતિલ ઠંડીની શરૂઆત : પારો ૧૧ ડીગ્રી નીચે

707
gandhi27112017-3.jpg

પાટનગરમાં શિયાળાની ઠંડીની કાતિલ બની રહી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહયો હતો ત્યારે શનિવારે લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રીએ આવીને અટકી જતાં આ સીઝનનો સૌથી વધુ ઠંડીનો સામનો નગરજનોને કરવો પડયો હતો. તો બીજી તરફ મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રીએ આવીને અટકયું હતું.
આગામી દિવસોમાં હજુ તાપમાનના પારામાં ઘટાડો નોંધાવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.  સમગ્ર ગુજરાતમાં ધીમેધીમે શિયાળાની મોસમ જામતી જતી હોય તેમ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપમાનના પારામાં ઘટાડો નોંધાવાથી રાજ્યના ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે નોંધાઈ રહયું છે તો આ વાતાવરણની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહયો છે અને શનિવારે લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રીએ આવીને અટકયું હતું. તો મહત્તમ તાપમાનનો પારો યથાવત રહેતાં ૩૧ ડિગ્રીએ પહોંચ્યો હતો. અચાનક જ છેલ્લા ત્રણ દિવસથી પાટનગરમાં ઠંડીનો ચમકારો તેજ બનતાં તેની અસર રાત્રીના સમયે તેમજ વહેલી સવારે નગરજનોને અનુભવવા મળી રહી છે. 
ગત વર્ષે આ દિવસોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧પ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો ત્યારે આ વર્ષે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના પગલે શિયાળાની ઠંડી ધીમેધીમે કાતિલ બનતી જતી હોય તેમ પાટનગરમાં સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો નગરજનોએ શનિવારે કર્યો હતો. તો બીજી તરફ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો નોંધાવાની સાથેસાથે તાપમાનના પારામાં ઘટાડો નોંધાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Previous articleવિશ્વનું સૌથી લાંબુ લેખિત ભારતીય બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના પસાર થયુ હતુ
Next articleજિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી માટે પોલીસનો એકશન પ્લાન તૈયાર