પાલીતાણાની સી.એમ. વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

829
bvn27112017-4.jpg

સ્વીપ ટીમ પાલિતાણા દ્વારા મતદાતા જાગૃતિ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં વાલી મીટીંગ, મહિલા મીટીંગ, માનવ સાંકળ, બાઈક રેલી, સાયકલ રેલી, શેરી નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમ, બેન્ડ સાથે રેલી, શપથ વિધિ, ઇ.વી.એમ અને વી.વી.પેટ નિદર્શન જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત પાલિતાણાની સી.એમ.વિદ્યાલય ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના યુવા ઉત્સવમાં સ્વીપ ટીમ પાલિતાણા અને સી.એમ.વિદ્યાલયના સહયોગથી મતદાન જાગૃતિ માટે સ્ટેજ પરથી “મતદાન જાગૃતિ નાટક” તેમજ મતદાન કરવા માટે શપથ વિધિ અને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનાં યુવા ઉત્સવના કલાકારો અને સી.એમ. વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શાળાથી પ્રાંત કચેરી સુધી બેનરો અને પોસ્ટરો લઇ વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડી.એસ.ઓ ભલાણી અને સી.એમ.વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફના સહકારથી સફળ રહેવા પામેલ.

Previous articleજેસર તાલુકાના જુનાપાદર ગામે ૭ ગામોના ખેડૂતોએ વિધાનસભા ચૂંટણીમાં મત ન આપવાની ચિમકી આપી
Next articleસિહોરના અલકાપુરી વિસ્તારમાં બંધ મકાનમાંથી થયેલી ચોરી