રાજપૂત-ક્ષત્રિય સમાજે નિલમબાગ ખાતે પરેશ રાવળનું પૂતળુ ફૂંક્યું

629
bvn27112017-7.jpg

ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ ખાતે આજે રાજપૂત અને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવળના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરાયા હતા.
રાજકોટ ખાતે એક સભામાં ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવળે રાજા-રજવાડાઓ વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી. જેનાથી રાજપૂત અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાય્યો છે. કરણી સેના દ્વારા દેશભરમાં પરેશ રાવળનો વિરોધ કરી પૂતળા દહન કરાશે. જ્યારે આજે ભાવનગર શહેરમાં પણ રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા નિલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી પરેશ રાવળનું પુતળું બાળ્યું હતું અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસગીરાનું અપહરણના ગુન્હામાં ૭ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Next articleશિયાળાનું અમૃત પીણું નીરો