મફતનગરના રહીશો દ્વારા મતદાનના બહિષ્કારની ચિમકી

613
bhav28112017-6.jpg

શહેરના બોરતળાવ સ્થિત મફતનગરમાં રહેતા લોકો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચિમકી આપી છે.ગૌરીશંકર સરોવરના કાંઠે આવેલ મફતનગરમાં અંદાજે ત્રણ હજાર જેટલા લોકો વસવાટ કરે છે. આ લોકો દ્વારા મહાપાલિકામાં નિયમિત વેરો ભરવા છતાં તંત્રએ રોડ, ગટર, પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સવલતો આપી નથી. સત્તાવાળ તંત્રએ પ્રાથમિક સુવિધાઓ મંજુર કરી છે પરંતુ પ્રદાન કરી ન હોય તથા સ્થાનિકો દ્વારા દર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારોને ખોબલે-ખોબલે મત આપી વિજયી કર્યા હોવા છતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોક પ્રશ્નો અંગે કોઈ કાર્યવાહી ન કરતા હોવાના કારણે નારાજ સ્થાનિકોએ વિધાનસભા ચૂંટણી-ર૦૧૭માં મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે.

Previous article ભાવનગર જિલ્લા જેલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next article સાંજણાસર પ્રાથમિક શાળાની મુલાકાતે યુનિસેફના પ્રતિનિધિ