સાંજણાસર પ્રાથમિક શાળાની મુલાકાતે યુનિસેફના પ્રતિનિધિ

1109
bhav28112017-5.jpg

પાલીતાણા તાલુકાની નાની રાજસ્થળી કે.વ. શાળાની પેટા શાળા સાંજણાસર પ્રા. શાળામાં યુનિસેફના સભ્ય યુક્રેટીસ મેડમ તેમની સાથે હરેશભાઈ ચૌધરીએ શાળાની મુલાકાત લીધી હતી. જેમાં પ્રજ્ઞા વર્ગ, પુસ્તકાલય રૂમ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન રૂમ અને કલા રૂમની મુલાકાત કરી હતી. શાળાની સ્વચ્છતા અને કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શાળાના આચાર્ય પ્રવિણભાઈ ગોહિલે સ્વાગત કર્યુ હતું. સી.આર.સી. દોરિલા ભરતભાઈએ શાળા મુલાકાત કરાવી હતી.