વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી પાલનપુર ખાતે પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિની ઉજવણી

839

ઈતિહાસમાં સૌપ્રથમવાર વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી વિરપુરૂષ પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિ ચૌહાણ વંશ રાજપુતો તેમજ માજી યુવરાજ વાવ સ્ટેટ રાણા સાહેબની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે રેલી સાથે અને પ્રદેશ પ્રમુખ શંભુજી રાવની હાજરી સાથે ધામધમુથી અનેક રાજપુતોની હાજરીમાં ઉજવાઈ તેમજ ચંદબારોટ અને પૃથ્વરાજચૌહાણની પ્રતિમાની ઘોષણા કરાઈ.

ઈતિહાસમાં સૌપ્રથમવાર વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી અને દુનીયાભરમાં દરેકની જીભે પૃથ્વીરાજ ચૌહાણ સાથે તેના મિત્ર  અને સોળમાં સામંત ચંદબરદાઈ બારોટની પ્રતિમા બાબતે ચૌહાણ વંશના ચૌહાણ રાજપુતોની વિશાળ સંખ્યા અને વાવ સ્ટેજ માજી યુવરાજ રાણા સાહેબની અધ્યક્ષતામાં પૃથ્વીરાજ ચૌહાણની જન્મજયંતિ પાલન પુર ખાતે શહેરના રાજમાર્ગો પર રાજને શોભે તેવા ઠાઠથી આમ જનતામાં નોંધનીય રીતે ધામધુમથી ઉઝવાઈ તેમજ વંશાવલી રાષ્ટ્રીય  સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ બારોટની હાજરી સાથે સત્યમજી રાવ ડો. જયેશ અરીહંત જાડેજા દીપસિંહજી, માધોસિંહ ચૌહાણ તેમજ બનાસકાંઠા જાગીદાર રાજપુતોમાં સુર્યવંશ અને ચંદ્રવંશના તમામ રાજપુતોની હાજરીમાં રહેલ તે સમયે વિશાળ રાજપુતોની મહાસભામાં વાવા રાણા સાહેબ દ્વારા એવી ઘોક્ષણા કરવામાં આવી કે પૃથ્વીરાજ ચૌહાણ હોય ત્યાં મહાકવિ પરમમીત્ર તેના રાજ કવી અને યુધ્ધના સોળમાં સામંત  એવા ચંદબરદાઈ બારોટ કે બન્ને મહા પુરૂષનો જન્મ પણ એક સાથે લાહોરમાં અને અંત સમય સુધી સાથે રહી બન્ને મહાપુરૂષ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદબારોટનું મૃત્યુ પણ એક સાથે શહાદત હિન્દુ માટે હિન્દુસ્તાન માટે અફઘાનિસ્તાન સાથે જ હોરી હીન્દુ સંસ્કૃતિને આબાદ રાખી  હોય તો આ બન્ને મહાપુરૂષની મુર્ત્‌ઓ બનાવવામાં આવશે ત્યારે તેના લોકાર્પણમાં હિન્દુસ્તાન સમસ્ત રાજપુતો બારોટ સમાજ કાઠી ક્ષત્રિય સહિત નિમંત્રણ આપી ઈતિહાસ સર્જાશે તેમ અંતમાં વાવ સ્ટેટ રાણા સાહેબ દ્વારા કરવામાં આવી હતી.

Previous articleપુત્રના લગ્નના ચાંદલાની રકમ ૧.ર૧ લાખ ગૌશાળામાં અર્પણ
Next articleસિહોરના ટાણા ગામે દિપડાએ વાછરડાનું મારણ કરતા ફફડાટ