રાજુલા ખાતે અંબરીશભાઈ ડેરના કાર્યાલયે શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

578
guj29112017-5.jpg

રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેરના કાર્યાલય ખાતે ર૬-૧૧ના મુંબઈ હુમલામાં લડતા લડતા વિરગતિ પામેલ શહિદોને તેમજ નિર્દોષ માનવીઓને મોતને ઘાટ ઉતારી દીધેલ. નિર્દોષ નાગરીકોને એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ પરિવાર તથા કોંગ્રેસ અગ્રણીઓ, યુવાનો, વડીલો સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ મશાલ રૂપે શ્રધ્ધાંજલી આપેલ હતી. જેમાં રોહન ગોસ્વામી, પરેશભાઈ ભુવા, રમેશ લાખણોત્રા, ભરત ભમ્મર, કરણભાઈ કોટડીયા, લાલભાઈ ધાખડા વગેરે લોકો બહોળી સંખ્યામાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા ઉપસ્થિત રહેલ હતા.