રાજુલા વિધાનસભા પર કોંગ્રેસ પક્ષના શાસનનું ૧ વર્ષ પુર્ણ થયું : ભાજપ દ્વારા મૌન રેલી કાઢી

804

રાજુલામાં આજરોજ યુવા ભાજપ દ્વારા રાજુલા શહેરમાં રેલી કાઢી ધારાસભ્યની નિષ્ફળતા અંગે કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી હતી જેમાં આજરોજ એક વર્ષ થતા કોંગ્રેસી ધારાસભ્ય ગામના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જતા ઉપરાંત ૧ર વિચારો હવામાં ઓગળી જતા મૌન રેલી કાઢી હતી.

રાજુલા જાફરાબાદ વિધાનસભામાં ગત તા. ૧૮મીએ વિધાનસભાની પરિણામ હતું. જેમાં ધારાસભ્ય બદલ્યા હતા બાદમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું હતું.  નવી નેતાગીરી પરની તમામ આશાઓ હાલ ઠગારી નિવડી છે.

હાલના નગરપાલિકામાં સસ્પેન્ડ તેમજ ખેંચતાણથી શહેરી પ્રજાનું રાજકારણ ખોરવાયું છે. આથી તમામ વિકાસ કામો ઠપ્પ છે ત્યારે શહેરી પ્રજા ત્રાહિમામ છે તો બીજી તરફ તાલુકા પંચાયતમાં ત્રણ સભ્યો સસ્પેન્ડ થતા હાલ ત્યાં પણ પ્રજા હેરાન પરેશાન છે. ૧ વર્ષ થવા છતાં હાલ રોડ રસ્તા આરોગ્ય કાયદો વ્યવસ્થા ટ્રાફીક પ્રજાના નાના મોટા કામો સહિતના પ્રશ્નો પેન્ડીંગ છે.  આ રેલીમાં વેપારી મંડળના બકુલ વોરા દિલીપભાઈ જોષી, વરાજ વરૂ, દિનેશ બાંભણીયા, કાનાભાઈ ગોહિલ, ભરતભાઈ બારૈયા, રવુભાઈ ખુમાણ વેપારી મંડળ સાગર સરવૈયા, ગજેન્દ્ર પરમાર સહિતના જોડાયા હતાં.