એસબીઆઈના સહયોગથી ચૂંટણી તંત્ર દ્વારા નિલમબાગ ખાતે મતદાન જાગૃતિ સહી ઝુંબેશ

786
bvn1122017-4.jpg

તા. ૦૯ ડીસેમ્બરે મતદાન યોજાનાર હોવાથી જિલ્લામાં લોકો મોટા પ્રમાણમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે તેવા હેતુસર જિલ્લામાં મતદાન જાગ્રુતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગ રૂપે આજે તા. ૩૦ નવેમ્બરે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના સહ્યોગથી નિલમબાગ સર્કલ,ભાવનગર ખાતે મતદાન જાગ્રુતિ અર્થે સહી ઝુંબેશ યોજાઈ હતી. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા અધિકારી/કર્મચારીઓએ તથા લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 
આ કાર્યક્રમના આયોજન માટે સ્વીપના નોડલ ઓફીસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, સ્વીપ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. 

Previous articleરેલ્વે સ્ટેશને મતદાન જાગૃતિ કાર્યક્રમ
Next articleમહાપાલિકા દ્વારા શહિદ ભગતસિંહ ચોકમાં વોટીંગ મેમોરીયલનું નિર્માણ