ખોરજ દારૂ કેસ : રોહિત ૧૦ દિવસનાં રિમાન્ડ પર, મુખ્ય સુત્રધારો અંગે સસ્પેન્સ

556
gandhi2122017-3.jpg

અડાલજ પોલીસ દ્વારા સપ્તાહ પુર્વે ખોરજ પાસેનાં ખાનગી ગોડાઉનમાંથી દારૂ પકડયા બાદ ગોડાઉન માલીક અંગે તપાસ કરતા તેમણે રોહીત યાદવ નામનાં શખ્સને સ્ક્રેપનાં ધંધા માટે ભાડે આપ્યાનું જણાવ્યુ હતુ. પોલીસ રોહીત યાદવને મુખ્ય સુત્રધાર માની રહી હતી. પરંતુ બુધવારે સાંજે રોહીત પકડાયા બાદ તે માત્ર મહોરો હોવાનું તથા રૂ. ૨૦ હજારનાં ભાડાની લાલચે ભાડે આપ્યુ હોવાની કબુલાત કરી છે. પરંતુ દારૂ કોણે ઉતાર્યો હતો તે અંગે ગોળ ગોળ ફેરવી રહ્યો છે. ત્યારે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા ૧૦ દિવસનાં રીમાન્ડ પર સોપતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
ગાંધીનગર એલસીબી તથા અડાલજ પોલીસે રોહીત યાદવની ધરપકડ કર્યા બાદ સંયુક્ત પુછપરછ શરૂ કરી છે. જેમાં આટલી મોટી કિંમતનો દારૂ ઉતારવાની રોહીતની ક્ષમતા જ ન હોવાથી કોણે ઉતાર્યો હતો તે અંગે પુછપરછ કરવામાં આવી હતી. 
અડાલજ પીઆઇનાં જણાવ્યાનુંસાર રોહીત પોલીસનાં હાથે પ્રથમ વખત જ પકડાયો છે. પરંતુ દારૂનાં ધંધા સાથે ઘણા સમયથી સંકળાયેલો હોવાનું સામે આવી રહ્યુ છે. પહેલા શામળાજી પાસે બોર્ડર પર વિનોદ સીંધી માટે નાના મોટા કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે.