ગાંધીનગરના સેકટર – ૧૬ માં ઘેર ઘેર ફરી આજથી કોંગ્રેસના ગાંધીનગર (ઉ)ના સી. જે. ચાવડાએ જનસંપર્ક અને પ્રચારનો જોરશોરથી આરંભ કર્યો છે. ઠેર ઠેર તેમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરતાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં તેમની સાથે આ પ્રચાર કાર્યમાં જોડાઈ હતી. ગાંધીનગર શહેરમાં જનસંપર્ક દરમિયાન કોંગ્રેસની વિચારધારાને પણ કાર્યકરોએ લોકો સુધી પહોંચાડી મત આપવા અનુરોધ કર્યો હતો.