૧૭ હજાર લોકોની HIV તપાસ, ૧૪ સગર્ભા સહિત કુલ ૧૮૫ લોકોનાં રીપોર્ટ પોઝીટીવ

729
gandhi3122017-4.jpg

નેશનલ એઇડ્‌સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન વર્ષ ૨૦૧૪નાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૭૭૬૯૫ પુરૂષો તથા ૪૯૩૯૮ મહિલાઓ એઇડ્‌સમાં સપડાયેલા નોંધાયા હતા. પરંતુ આ રોગ છુપો હોવાનાં કારણે તથા લોકો બદનામીનાં ડરે સામેથી દવા લેવા કે જાહેર કરવા તૈયાર થતા નથી. ત્યારે સરકાર દ્વારા આરોગ્ય વિભાગ મારફતે એઇડ્‌સનાં દર્દીઓને શોધવા અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગત એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૩૯૦૦૦ હજાર લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૪ સગર્ભા સહિત કુલ ૧૮૫ લોકોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
એઇડ્‌સનાં દર્દીઓને પ્રાથમિક તબક્કોમાં પોતાને પણ આ બિમારીની ખબર પડતી નથી. જયારે શંકા જાય તો પણ ખુલ્લીને તપાસ કરાવવા કે દવા લેવા તૈયાર હોતા નથી અને જીવલેણ બિમારી માનીને માનસીક રીતે ભાંગી પડે છે. ત્યારે સરકાર દ્વારા આ દિશામાં ખાસ કાળજી રાખવા માટે આરોગ્ય વિભાગ તથા એનજીઓને કામે લગાડી છે.
ગાંધીનગર જિલ્લાની વર્તમાન સ્થિતી પ્રમાણે કુલ ૧૯૮૭ એઇડ્‌સ પોઝીટીવ દર્દીઓ સરકારી ચોપડે બોલી રહ્યા છે અને દવા સાથે જરૂરી કાળજી રાખવામાં આવી રહી છે. જયારે એનજીઓ તથા આરોગ્યનાં સ્ટાફ દ્વારા વર્ષભર તપાસ કરવામાં આવતી રહે છે. જિલ્લાનાં તમામ સરકારી દવાખાના, પીએસસી, સીએસસી તથા ખાનગી દવાખાનાઓમાં પણ ટેસ્ટ માટે કીટ આપવામાં આવી છે. જેના કારણે સમયસર નિદાન થાય અને સારવાર થાય.આ દિશામાં જાગૃતિ માટે પણ પુરતા પ્રયાસો સાથે સંક્રમણ અટકાવતી ચિજોનું પણ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ગત એપ્રિલથી નવેમ્બરનાં અંત સુધીમાં આ સઘન અભિયાનનાં કારણે કુલ ૧૮૫ કેસો સામે આવ્યા છે. જિલ્લામાં આ ૮ માસમાં કુલ ૧૭ હજાર સગર્ભાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૪ મહિલાને એઇડ્‌સ પોઝીટીવ આવ્યો છે. જયારે ૨૨ હજાર અન્ય લોકોનાં ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૧૭૧ કેસ પોઝીટીવ આવતા દવા શરૂ કરી દેવાઈ છે.

Previous articleદહેગામ-પુન્દ્રાસણમાંથી જુગારીઓ ઝડપાયા
Next articleભાજપ સરકાર રાષ્ટ્ર સુરક્ષા સાથે રમત રમી રહી છે : કોંગ્રેસ