જાફરાબાદ ખાતે મુસ્લિમ સિપાહી, મનસુરી અને નેસડી સમાજનું હીરાભાઈને સમર્થન

867
guj3122017-3.jpg

જાફરાબાદ ખાતે સિપાહી મુસ્લિમ, મનસુરી અને નેસડી સમાજનું હિરાભાઈ સોલંકીને ખુલ્લું સમર્થન મળ્યું. દરેક ધર્મને સન્માન આપતા હીરાભાઈ સોલંકી આજે ઈદે મિલાદ ઉર્સમાં મુસ્લિમ બિરાદરો વચ્ચે સામીલ થયા હતા.રાજુલા-જાફરાબાદ-ખાંભા મત વિસ્તારમાં હીરાભાઈ સોલંકીને મળતું સ્વયંભુ સમર્થનમાં જોરદાર વધારો ૬૦ વર્ષોથી મુસ્લિમ સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલ હોય કારણ ગમે તે હોય પણ અહીંયા વિધાનસભા મત વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકામાં ભાજપ સિવાય વ્યક્તિને લોકો માને છે તેવા હીરાભાઈ સોલંકીને જાફરાબાદના મુસ્લિમ સિપાહી સમાજના મનસુરી અને નેસડીનો બહોળા પ્રમાણમાં વસવાટ હોય તેમણે સ્વયંભુ આમંત્રણ આપી ખુલ્લી રીતે બન્ને સમાજ તેમજ તેના બહોળી સંખ્યામાં આગેવાનોમાં સિપાહી જમાતના પ્રમુખ અદુભાઈ શેખ, લઘુમતી સેલના પ્રમુખ કાસમભાઈ હનીફભાઈ, સીદુભાઈ, અજીતભાઈ જમાદાર, દાદુ હાજી, ફરીદખાન, આશીફ મલેક, અફઝલખાન સાથે જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળ, ડો.જીતુભાઈ, પ્રતાપભાઈ, ભાજપ તાલુકા પ્રમુખ દિનેશદાદા, અલ્તાફભાઈ સહિત હાજર રહેલ. જે ન ભુતો ન ભવિષ્યતી જેવો પ્રસંગ જાફરાબાદ ખાતે થયેલ. જાફરાબાદ શહેરનો વિકાસ તેમજ ખાસ નોંધિનય બાબત એ રહી છે કે તેમણે જાતીવાદી રાજકારણ ક્યારેય નથી કર્યુ સામસામે ખેલાયેલ ખુનની હોળીઓ જેવી કે પ્રથમ ખારવા અને કોળી સમાજના વેરના વળામણા કર્યા બાદ તુર્કી અને ભાડેલા મુસ્લિમ સમાજના ખેલાયેલ ખુનની હોળી ૧૪૪ની કલમ તે વખતે લાગે તેવા સમાધાનો કર્યા પછી આજની તારીખે તે સમાજ ભાઈચારાથી જીવે છે તેને ધ્યાને લઈ મનસુરી અને નેસડી મુસ્લિમ બિરાદરોએ હીરાભાઈની જબરદસ્ત જાહેરસભાનું આયોજન કરી સ્વયંભુ બધા જ મુસ્લિમો તમારા સમર્થનમાં છીએ તેવા કોલ દેવાયા હતા.