મુસ્લિમ સમાજના વડા અને દુનિયાના આખરી નબી મહંમદ રસૂલઅલ્લાના જન્મદિવસ નિમિત્તે પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે જુમ્મા મસ્જીદેથી શાનદાર ઝુલુસ નિકળ્યું હતું. તેમાં ૮ ડીજે, ૧પ બગી, ર૦ રીક્ષા સહિત ૧૦ ફોરવ્હીલ, પ બેન્ડ જેમાં અલગ અલગ બધા નાતશરીફ પડતા હતા તેમજ પાલીતાણાના ચાર મદ્રાસાના બચ્ચાઓ સાથે શાનદાર ઝુલુસ નિકળ્યું હતું. આ ઝુલુસમાં ન્યાજના સ્ટોલો, ચા-ગાઠીયા, મીઠો માવો, ચણા બટેટા, ખમણ, સરબત, દૂધ કોલ્ડ્રીંક વગેરેના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. આ ઝુલુસમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી હયાતખાન બલોચ પંચ જૂમાતના પ્રમુખ હાજી અબ્દુલરજાકભાઈ ઈસ્માઈલભાઈ સૈયદ જુમાતના પ્રમુખ હબીબભાઈ વોરા સમાજના પ્રમુખ સજ્જાદભાઈ લક્ષ્મીધર સંધી જુમાતના પ્રમુખ આરીફભાઈ શેખ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના જુદા જુદા પ્રમુખો સાદાતે કિરામ કૌસરબાપુ, અબ્બાસબાપુ, અમાનતબાપુ તેમજ વોરા સમાજના જનાબ આમિલસાહેબ, યાયાહભાઈ, અલીઅસગર બાબરાવાલા તેમજ દરેક મસ્જિદના મૌલાના તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો સાથેનું ઝુલુસ મેઈનબજાર શેત્રુંજય ગેટ નવાગઢ છેલ્લા ચકલા થઈ ગોરાવાડી ઘેટી દરવાજા થઈ પરિમલ સોસાયટીના પુલ પાસે પૂર્ણ થયું હતું. ઝુલુસ પૂર્ણ થયા બાદ પરિમલ પુલ પાસે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પાલીતાણામાં ઈદ મિલાદ નિમિત્તે જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે.