બ્રહ્માકુમારીઝ સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાયુ

935
gandhi4122017-1.jpg

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮,ગાંધીનગર  ખાતે તા.૩ ડિસેમ્બર, ૨૦૧૭ રવિવારે સવારે ૮.૦૦થી બપોરના ૧૨.૩૦ સુધી “સર્વ રોગ નિદાન કેમ્પ” તથા “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવેલ હતું. 
જ્યાં સર્વપ્રથમ બ્રહ્માકુમારી કૈલાશ દીદી તથા અન્ય મહાનુભાવોં દ્વારા દિપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. કેમ્પમાં (૧) ફિઝીયોથેરાપીસ્ટ ડૉ.યજ્ઞેશ ત્રિવેદી, ડૉ.હાર્દિક તલાટી, ડૉ.મેશ્વા ત્રિવેદી, ડૉ.ધર્મિષ્ઠા પટેલ, ડૉ.દિપાંજલી પટેલ, ડૉ.પરેશ વણકર, (૨) ઓર્થોપેડિક, (૩) આઇ સ્પેશીયાલીસ્ટ ડૉ.ચતુર પટેલ, (૪) ડેન્ટીસ્ટ ડૉ.મહેન્દ્ર ચૌધરી, (૫) આયુર્વેદિક નિષ્ણાંત ડૉ.રાજેન વસોયા અને (૬) હોમિયોપેથી નિષ્ણાંત ડૉ.અમી પટેલ અને ડૉ.નિરવ ઠાકર, (૭) જનરલ સર્જન ડૉ. જિજ્ઞાષાબેન પરમારે તેમની સેવાઓ આપી હતી. જ્યારે (૮) રક્તદાન શિબિર માટે ગાંધીનગર સીવીલ હોસ્પિટલ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, કલોલની ટીઁએ તેમની સેવાઓ આપેલ.
બ્રહ્માકુમારીઝ, યુનાઈટેડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરનું પ્રથમ અંગ્રેજી પાક્ષિક- ‘તસ્વીરે ગાંધીનગર’, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, કૌશલ ગૃપ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સર્વ રોગ નિદાન કેમ્પની ઉલ્લેખનીય બાબત એ હતી કે લગ્નગાળાની મોસમ હોવા છતાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો દ્વારા લાભ લેવામાં આવેલ અને આયોજક બ્રહ્માકુમારીઝના બ્રહ્માકુમારી જુગ્નુબેન, આરતીબેન અને યુવાન ભાઈ નીતીનભાઈ રાવતે પણ સર્વ પ્રથમ વખત રક્ત દાન કરેલ. જ્યારે  બ્રહ્માકુમારી મેઘાબેન, શહેરના જાણીતા ડાયોબીટોલોજીસ્ટ ડૉ.વિવેક ભાવે, કૌશલ્ય ગૃપના હર્ષાબા ધાંધલે રક્ત દાન કરી પ્રોત્સાહન પુરુ પાડેલ. .  
કેમ્પની સાથે સાથે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે “હેત” ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ બ્રહ્માકુમારી સેન્ટરની ખાસ મુલાકાત લીધી હતી. સેવાકેન્દ્ર સંચાલિકા કૈલાશદીદી પાસેથી આશીર્વચન મેળવી ધન્યતા અનુભવેલ. 

Previous articleઘરના આંગણામાં રમતા બાળકને ટ્રેક્ટર ટક્કર મારીને નીકળી ગયું
Next articleશિયાળબેટ ગામના ભાજપમાં ગાબડુ : ૩૦ થી વધુ સભ્યો કોંગ્રેસમાં જોડાયા