બાબરીયાવાડ પંથકના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના હીરાભાઈ સોલંકીને સમર્થન જાહેર કર્યુ

971
guj4122017-3.jpg

બાબરીયાવાડના વિશ્વપ્રસિધ્ધ મોમાઈ ધામે કાઠી ક્ષત્રિય સમાજનું પ૦૦૦ ઉપરાંતની સંખ્યામાં સંમેલન મળ્યું. જેમાં તમામે કોંગ્રેસને રામ રામ કરી હીરાભાઈ સોલંકીને સમર્થન આપ્યાથી કોંગ્રેસ છાવણીમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. કાઠી ક્ષત્રિય સમાજના પીઢ આગેવાનો અને સર્વ સંમતિથી લેવાયેલ નિર્ણયથી રાજકિય ગરમાવો થવા પામ્યો છે.
નાગેશ્રી પાસે ચોત્રા મોમાઈ ધામ ખાતે મળેલ પ૦૦૦થી વધારે કાઠી ક્ષત્રિય સમાજના સંમેલનમાં અધ્યક્ષસ્થાને બાબરીયાવાડના કાઠી ક્ષત્રિય સમાજના વડીલ ભીમબાપુ બોરીચા વડ, કાતર દરબાર દાદબાપુ વરૂના અધ્યક્ષસ્થાને ગુજરાતમાં કાઠી ક્ષત્રિય સમાજને ભાજપ કે કોંગ્રેસ પક્ષે એક ટીકીટ ન ફાળવાતા પૂર્વ ધારાસભ્ય અને સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂ બન્ને રાજકિય પક્ષો ઉપર લાલઘુમ થયા અને કાઠી ક્ષત્રિય સમાજની શું તાકાત છે તે બતાવવાનો સમય આવી ગયો હોય ત્યારે વડીલોને આ વેદના ઠાલવતા તમામ કાઠી ક્ષત્રિય સમાજ છેલ્લા ૬૦ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે તન મન અને ધનથી સાથે રહ્યો છે તે કાઠી સમાજની અવગણના થતા જ આ સમંલનમાં હુંકારો થયા હતા અને ગહન ચર્ચા વિચારણા બાદ તમામ લોક હૃદયમાં આગવું સ્થાન લેનાર ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકીને સમર્થન આપવાની વાત કરતા પ૦૦૦ કાઠી ક્ષત્રિયોએ હાથ ઉંચા કરી મા મોમાઈની સાક્ષીએ સ્વયંભુ હીરાભાઈને સમર્થન અપાવાની ઘોષણા કરાતા તેની વાયુવેગે વાતો વહેતી થતા કોંગ્રેસ છાવણીમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ નિર્ણયોત્સવ પ્રસંગે હીરાભાઈ સોલંકીને રૂબરૂ આમંત્રણ પાઠવી જાહેરાત કરાઈ હતી. હીરાભાઈએ તેના પ્રાસંગિક પ્રવચનમાં કહેલ કે મે જ્ઞાતિને તોડવાનું કામ કયારેય નથી કર્યુ. એકબીજાની ગેરસમજ દુર કરીને મે સમાધાનો કર્યા છે અને આવો આપણે સૌ સાથે મળી આપણા બાબરીયાવાડ, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાનો વિકાસ બાબતો ધ્યાન આપીએ.