જાફરાબાદ પંથકમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભામાં માનવ મહેરામણ ઉમટ્યું

658
guj4122017-1.jpg

ટીંબી ગામે રાષ્ટ્રીય નેતા પુરૂષોત્તમભાઈ રૂપાલાએ હીરાભાઈ સોલંકી માટે અભૂતપૂર્વ મહાસભાનું આયોજન રાજમાર્ગ સાથે લોકો ધાબા-અગાસીઓ પર ચડ્યા. કોંગ્રેસ ઉપર ચાબખા વિંજ્યા હતા અને તેજાબી વાણીથી લોકો પ્રભાવિત થયા હતા.
૯૮ વિધાનસભા ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકી નાગેશ્રી, દુધાળા, નવી જુની જીકાદ્રી, ફાચરીયા, પીછડી સહિત લોર, હેમાળ, ટીંબી વિસ્તારમાં ગામડા ધમરોળતા ઠેકઠેકાણેથી સરપંચો ગામ આગેવાનો દ્વારા હીરાભાઈને સમર્થન આપ્યા બાદ ગઈકાલે રાષ્ટ્રીય નેતા તેજાબી વાણી અને સચોટ શબ્દો કોષના અનુભવી તેવા પુરૂષોત્તમભાઈ રૂપાલાની જંગી જાહેરસભા યોજાઈ. 
તેમાં ગામ આગેવાનો મનુભાઈ વાંજા, સરપંચ પ્રદ્યુમનસિંહ, ડો.ભાલાળા અરે કોંગ્રેસમાં ૪૦-૪૦ વર્ષથી પિતા ધારાસભ્ય ખોડાભાઈ રાજાભાઈના પુત્ર કોંગ્રેસ રાજુલા તાલુકા પ્રમુખ પીઠાભાઈ નકુમ વિધિવત કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગામડે ગામડા ધમરોળતા રૂપાલાની સભામાં હીરાભાઈ સોલંકી સાથે તેમજ શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા સહિત હજારો કાર્યકર્તા હેમાળ સરપંચ મયલુભાઈ ખુમાણ, જીકાદ્રી સરપંચ પ્રકાશભાઈ, નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ, મહેશભાઈ, દુધાળા સરપંચ અજયભાઈ વરૂ, કિશોરભાઈ વરૂ સહિતના કાર્યકરો જોડાયા હતા.