ડિવાઈન સ્કૂલે નાં કરી ફી નિયમન કાયદાની પરવાહ, નક્કી કરી વાર્ષિક દોઢ લાખ ફી

665
gandhi912018-2.jpg

શહેરના અડાલજ વિસ્તારમાં આવેલી ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલના સંચાલકોએ વાલીઓને લૂંટવાનો પરવાનો લઈ લીધો હોય તેમ આવતા વર્ષની ફી નક્કી કરી દીધી છે. ફી નિર્ધારણ કાયદા પ્રમાણે સ્કૂલોએ માત્ર એક પ્રકારે ફી વસૂલવાની હોવા છતાં આ સ્કૂલના સંચાલકોએ ટયૂશન ફી, ટર્મ ફી અને એડમિશન ફીના નામે ઉઘરાણા કરી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, કોઈપણ ખાનગી સ્કૂલ એડમિશન ફી ઉઘરાવી શકે નહી તેમ છતાં ડિવાઈન સ્કૂલના સંચાલકો રૂ.૯,૫૦૦થી લઈને રૂ.૧૦,૧૫૦ સુધી એડમિશન ફી વસૂલી રહ્યાં છે. હજુ ફી કમિટીનો નિર્ણય આવે તે પહેલાં ડિવાઈન સ્કૂલે આવતા વર્ષની પ્રિ-પ્રાયમરીની રૂ.૧,૪૨,૫૦૦થી લઈને ધો.૧૦માં ૧,૫૨,૨૫૦ ફી નક્કી કરી દીધી છે.   પ્રાપ્ત વિગતો પ્રમાણે, ફી નિર્ધારણ કાયદો માત્ર કાગળ પર રહ્યો છે અને સંચાલકો બેફામ ફી ઉઘરાવી રહ્યાં છે. ડિવાઈન સ્કૂલના સંચાલકોએ કાયદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેને લઈ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરી નહોતી. જોકે કોર્ટનો ચુકાદો આવી ગયો છે તેમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી નથી. અને બીજી તરફ કમિટીનો નિર્ણય આવે તે પહેલા આવતા વર્ષની ફી જાહેર કરી દીધી છે.
પરીક્ષા લીધા વગર પ્રવેશ આપવાનો ઈનકાર
આરટીઈ અંતર્ગત ધો.૧માં પ્રવેશ આપતી વખતે કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીની પરીક્ષા લે તો તે નિયમ વિરુદ્ધ ગણાય છે. આ સિવાય શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રવેશ આપતી વખતે વિદ્યાર્થી કે તેના વાલીઓનો ઈન્ટરવ્યૂ, ટેસ્ટ લેવો ગેરકાયદે હોવાનું જણાવાયું છે. છતાં ડિવાઈન સ્કૂલ ધો.૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આગ્રહ રાખે છે. તેમ છતાં શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરતંુ નથી. મહત્ત્વનું છે કે, આવી બાબતોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ હાથ અધ્ધર કરતા જણાવતા હોય છે કે, અમને કોઈ ફરિયાદો મળી નથી. પરંતુ મહત્ત્વનું એ છે કે, આ સ્કૂલ દ્વારા તેની વેબસાઈટમાં ખુલ્લેઆમ વિદ્યાર્થીનો એન્ટર ટેસ્ટ અને પર્સનલ ઈન્ટરવ્યૂ લઈને જ પરીક્ષા આપવાનું દર્શાવવામાં આવેલુ છે.

Previous articleલો..બોલો.. હવે આયાતી ધારાસભ્યો ઉતર્યા મેદાનમાં, માગ્યુ મંત્રી૫દ
Next articleઉત્તરાયણમાં તલ-સીંગની ચીકી સાથે લોકો માણી શકશે ફ્લેવર્ડ ચીકીની જયાફત