મોટાભાગના વિસ્તારોમાં મોડીરાત્રે અને વહેલી સવારે છવાય છે ગાઢ ધુમ્મસ !

656
bvn4122017-4.jpg

શહેરના મોટાભાગના વિસ્તારોમાં વહેલી પરોઢે અને મોડીરાત્રે પ્રદુષિત હવાનું ગાઢ આવરણ છવાઈ જતા લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેરમાં શિયાળાની સિઝન દરમ્યાન વહેલી સવારે અને મોડી રાત્રે જમીન પર નજીકના અંતરે અવકાશમાં પ્રદુષિત હવાનું આવરણ છવાઈ જાય છે. આ દુષિત હવાની માત્રા વધવા સાથોસાથે પવનની ગતિ મંદ પડતા અનેક વસાહતોમાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાઈ જાય છે. આવી હવાના સંસર્ગમાં લોકો આવે ત્યારે આંખો બળતરા, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી ગળામાં બળતરા થવી, માથુ દુઃખવું, બેચેની લાગવી સહિતની ફરિયાદો આમ બને છે. આવા પ્રદુષણનું મુખ્ય કારણ છે. શહેરમાં વધી રહેલ ઉદ્યોગો તથા વાહનો દ્વારા બેફામપણે ફેલાવવામાં આવતો કાર્બન ડાયોક્સાઈડ હાલ શહેરના ચિત્રા, પ્રેસ ક્વાર્ટર, વિઠ્ઠલવાડી, આનંદનગર સહિતના વિસ્તારોમાં પ્રદુષણની સૌથી વધુ ઘાતક અસરો જોવા મળી રહી છે. રાજ્યમાં હવાનું સૌથી અધિક પ્રદુષણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતને તંત્ર ગંભીરતાથી ન લેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

Previous articleઘોઘા રોડ પરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયા
Next articleયશવંતરાય નાટયગ્રુહ ખાતે મતદાન જાગ્રુતિ અર્થે વોટોત્સવ કાર્યક્રમ યોજાયો