મેહસુલ મંત્રી કૌશિક પટેલે તેમને ફાળવાયેલા પોર્ટફોલિયો અંગે કામગીરીની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે આજે ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. જેમાં મહેસુલ, રેવન્યુ, અછત સહિતના વિવિધ મુદ્દા પર જિલ્લા કલેકટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકનો હેતુ મહેસુલ અંગેનો અંદાજ મેળવવાનો હતો. જે અનુસાર આગામી બજેટમાં ફાળવણી કરવામાં આવશે. બેઠકમાં બજેટ ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર હાજર રહ્યાં હતા. જેમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.